ભિલોડા,તા.૧૪
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે માલાવાવ વિસ્તારમાં જય મહાકાલી અને ભાથીજી મહારાજ મંદિરનો ૧૫ મો વાર્ષિક પાટોત્સવ શ્રધ્ધાભેર યોજાયો હતો.શ્રધ્ધાળુ ભાવિક ભક્તો દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.હવન વિધિ, સંતોનું સામૈયુ, ભજન સંધ્યા, સંતવાણી, ભવ્યાતિભવ્ય આરતી સહિત સામુહિક મહા પ્રસાદી વિતરણનો ધાર્મિક કાર્યક્રમ ભકિતભાવ પુર્વક યોજાયો હતો.પ.પુ. સદગુરૂ ધીરૂરામ મહારાજ (બોલુન્દ્રા), પ.પુ. સદગુરૂ લાલજીરામ મહારાજ (નવા વકતાપુર), પ.પુ. સદગુરૂ ભીખારામ મહારાજ (વેડા) સહિત સંતો-મહંતોને ભકિતભાવ પુર્વક ભક્તિમય રસપાન ભક્તોને કરાવ્યું હતું.શ્રી વીર ભાથીજી, જય મહાકાલી સેવા ટ્રસ્ટ, માલાવાવ, ભિલોડા સહિત સમસ્ત ગ્રામજનોએ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી