પોલીસ અધિક્ષક અરવલ્લી શૈફાલી બરવાલના માર્ગદર્શન અને સુચનાઓ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક મોડાસાના સંદેશ અનુસાર ભારત દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત અન્ય મહાનુભાવો દ્વારા સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતા માટે જન આંદોલનની ઉજવણી અંગે એક વિશાળ સ્વચ્છતા અભિયાન નું આયોજન હાથ ધર્યું છે.સ્વચ્છતા હી સેવા અભિયાન ને અસરકારક બનાવવા માટે ભિલોડા પોલીસ સ્ટેશનના સ્ટાફ પરીવાર, પી.આઈ. એચ.પી ગરાસીયા, ભિલોડા ભારત વિકાસ પરિષદ શાખા, પ્રમુખ, જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન, પ્રમુખ, પ્રેરણા વિદ્યાલય આચાર્ય, વિદ્યાર્થીઓ, ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહ્યા હતા.સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો હતો.લોકોમાં સ્વચ્છતાની જાગૃતિ સંદર્ભે બેનરો સાથે રેલી કાઢી શહેરમાં કોઈ પણ જગ્યાએ કચરો નહિ ફેંકવા અને શહેરી વિસ્તાર સ્વચ્છ રાખવા માટે આહવાન કર્યું હતું