થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરમાં દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને રેલમછેલ અટકાવવા જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે એક્શન પ્લાન અમલમાં મુક્યો છે જીલ્લા પોલીસતંત્ર વિવિધ વાહનો મારફતે ગુજરાતમાં ઘુસાડાતો લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી રહી છે શામળાજી પોલીસે શામળાજીમાં આવેલ જાહેર શૌચાલયની પાછળ ઝાડી-ઝાંખરામાં વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કરી 153 વિદેશી દારૂના ક્વાંટરીયા અને બિયર નો જથ્થો જપ્ત કરી ફરાર બુટલેગર પ્રકાશ નારણ લટાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને વી.ડી.વાઘેલાએ તેમની ટીમ સાથે શામળાજીમાં સ્થાનિક પ્રોહિબિશન ડ્રાઇવ યોજાતા PSI વાઘેલાને પ્રકાશ નારણ લટા નામનો બુટલેગર વિદેશી દારૂ વેચાણ અર્થે લાવી જાહેર શૌચાલય પાછળ આવેલ ઝાડી-ઝાંખરામાં સંતાડી રાખી વેપલો કરતો હોવાની બાતમી મળતા તાબડતોડ રેડ કરતા પોલીસ રેડ જોઈ બુટલેગર ફરાર થઇ ગયો હતો પોલીસે ઝાડી-ઝાંખરામાં તલાસી લેતા અંદર સંતાડેલ વિદેશી દારૂના ક્વાંટરીયા અને બિયર નંગ-153 કીં.રૂ.30600/-નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી