asd
26 C
Ahmedabad
Wednesday, October 9, 2024

અરવલ્લી : જીલ્લા પંચાયત કચેરીના સફાઈ કર્મીઓની હડતાલના સર્મથન માં લાલજી ભગતે મોડાસા ચાર રસ્તા પર દંડવત યાત્રાને પોલીસે અટકાવી


અરવલ્લી જીલ્લા પંચાયત કચેરીમાં સફાઈનો ઈજારો ધરાવતી કંપની સફાઈ કર્મીઓનું શોષણ કરતા સફાઈ કર્મીઓ આંદોલનના માર્ગે
16 સફાઈ કામદારો લધુત્તમ વેતન વધારવાની માંગ સાથે છેલ્લા 10 દિવસથી હડતાલ પર તંત્રનું પેટનું પાણી ન હલતા સફાઈકર્મીઓમાં રોષ
વાલ્મિકી સમાજના અગ્રણી લાલજી ભગતે ચાર રસ્તા પર શરીરે આગ લગાવતા અફરા-તફરી, પોલીસ દોડી આવી અટકાયત કરી
સફાઈ કર્મીઓ ચાર રસ્તા પર બેનર સાથે વિરોધ પ્રદર્શન

Advertisement

અરવલ્લી જિલ્લા પંચાયતમાં વર્ષોથી સફાઈ કામગીરી કરતા મહિલાઓ સહિત 16 જેટલા સફાઈ કામદારો છેલ્લા 10 દિવસથી લધુત્તમ વેતનના મામલે આંદોલન ઉપર ઉતર્યા છે છેલ્લા 10 દિવસથી હડતાળ પર ઉતરેલ કર્મીઓને ન્યાય નહીં મળતા વાલ્મિકી સમાજના યુવા અગ્રણી અને સફાઈ કર્મીઓના હક અને ન્યાય માટેની રાજ્યમાં લડત લડતા લાલજી ભગત સફાઈ કર્મીઓના સમર્થનમાં મોડાસા ચાર રસ્તાથી જીલ્લા પંચાયત કચેરી સુધી દંડવત યાત્રા યોજતા અને સ્ટેટ બેંક નજીક શરીર પર આગ લગાવતા અને સફાઈ કર્મીઓએ બેનર સાથે સૂત્રોચ્ચાર કરતા પોલીસ દોડી આવી અટકયાત કરી લીધી હતી

Advertisement

અરવલ્લી જિલ્લા પંચાયતમાં વર્ષોથી સફાઈ કામગીરી કરતાં 16 જેટલા હડતાલ પર ઉતરેલા સફાઈ કર્મીઓના સમર્થનમાં દંડવત યાત્રા યોજનાર લાલજી ભગતે જણાવ્યું હતું કે સફાઈ કર્મીઓને એજન્સી દ્વારા માસિક ₹2500નું મહેતાનું ચૂકવાતું હોવાથી સફાઈ કામદારોને પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. સફાઈ કામદારોએ જણાવ્યું હતું કે રોજિંદા 75 રૂપિયા લેખે મહેનતાણું આપવામાં આવતું હોવાથી તેમનું શોષણ થઇ રહ્યું હોવાનું અને મોડાસા શહેરમાંથી જિલ્લા પંચાયત કચેરી સુધી પહોંચવા માટે તેમને રોજિંદા એસટી બસ અથવા રિક્ષામાં બેસીને કચેરી સુધી પહોંચવા માટેની ફરજ પડી રહી છે. પરિણામે તેમને રોજિંદા 20થી 30 રૂપિયા ભાડું ખર્ચવું પડતું હોવાનો પણ બળાપો ઠાલવ્યો હતો. સતત દસ દિવસથી સફાઈ કામદારો હડતાળ ઉપર પડતર માગણીના પ્રશ્ન અડગ રહેતા જિલ્લા પંચાયતના પટાગણમાં તેમજ કચેરીની લોબીમાં પણ ગંદકીના ઢગ ખડકાવવાના શરૂ થયા છે.આંદોલન ઉપર ઉતરેલી મહિલાઓ સફાઈ કામદારોએ જણાવ્યું હતું કે દસ દિવસથી ઉપવાસ પર ઉતર્યા હોવા છતાં કોઈ અધિકારી ફરર્ક્યા નથી એટલું જ નહીં આંદોલન ઉપર ઉતરેલા સફાઈ કામદારો માટે પાણીનો જગ પણ મૂકવામાં ન આવતા સફાઈ કામદારોમાં રોશની લાગણી ભભૂકી ઉઠી છે

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!