37 C
Ahmedabad
Thursday, May 9, 2024

અરવલ્લી : ભિલોડાની માતૃશ્રી આર.જે.તન્ના પ્રેરણા મંદિર વિદ્યાલયમાં બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત વર્કશોપ


ભિલોડા શહેરની માતૃશ્રી આર.જે. તન્ના પ્રેરણા મંદિર વિદ્યાલયમાં પોલીસ વિભાગ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત શાળાના બાળકો માટે કાયદાકીય જાગૃતિકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંદાજે 500 જેટલા વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીઓ હાજર હતા, જેમને સાયબર ક્રાઇમ, ગુડ ટચ – બેડ ટચ, સેલ્ફ ડિફેન્સ, બાળકોને લગતા વિવિધ કાયદાઓ, વિવિધ યોજનાઓ ની જાણકારી આપવામાં આવેલ હતી.

Advertisement

આ કાર્યક્રમ માં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અરવલ્લીના પી.એસ.આઇ. ચૌધરી સાહેબ તથા ભીલોડા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ.  પરમાર સાહેબ, જિલ્લા મહિલા અને અધિકારી ની કચેરીના DHEW જિલ્લા કો-ઓર્ડીનેટર ભરતભાઈ પરમાર, બાળ સુરક્ષા વિભાગના કાઉન્સેલર અલ્પેશભાઈ, સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક  વિક્રમબા જાડેજા, પોલીસ સ્ટેશન બેઈઝ સપોર્ટ સેન્ટર – સબલપુરના કાઉન્સેલર નીરૂબેન પરમાર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર ભીલોડા ના સંચાલક મુકતાબેન અને ભૂરીબેન મંડળના મંત્રી, પ્રિન્સિપાલ, સ્પોર્ટ ટીચર દિનેશભાઈ ચૌધરી, તથા શાળાં ના સ્ટાફ ગણ ઉપસ્થિત રહેલ હતા. શાળાના પ્રિન્સીપાલ દ્વારા ખૂબ સહકાર આપી આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!