asd
26 C
Ahmedabad
Wednesday, October 9, 2024

૨૦૨૪માં ચાંદીના ભાવ ૧૦થી ૧૫ ટકા વધવાની આગાહી, ભારત અને જર્મનીમાં ૨૦૨૩મા ચાંદીની માંગ વેગથી ઘટતા કૂલ જાગતિક માંગમાં ૧૦ ટકાનું ગાબડું


૨૦૨૩માં ચાંદીની પુરવઠા ખાધ ૧૪૩૦ લાખ ઔંસથી ઘટી ૨૦૨૪માં ૧૨૦૦ લાખ ઔંસ રહેશે

Advertisement

ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૨:
ભારત અને જર્મનીમાં ચાંદીના ઘરેણાં અને વાસણોની માંગ અનુક્રમે ૨૨ અને ૪૭ ટકા ઘટવાને લીધે, ૨૦૨૩મા કૂલ જાગતિક માંગમાં ૧૦ ટકા ઘટી ૧.૧૪ અબજ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) રહી હતી, એવું તારણ સિલ્વર ઈન્સ્ટિટ્યૂટે કાઢ્યું છે. ભારતમાં ચાંદીના ભાવ માર્ચથી અત્યાર સુધીમાં કિલો દીઠ રૂ. ૬૬,૦૦૦ અને ૭૮,૦૦૦ના લેવલે પ્રવર્તતા રહ્યા હતા. પરિણામે ગ્રામ્ય લોકો જેઓ મોટેભાગે ચાંદીની જ્વેલરી સ્વરૂપે ખરીદી કરતાં હોય છે, તેમાં ગાબડું પડ્યું હતું. અલબત્ત, અત્યારે ભાવ ૨૩ ડોલર પ્રતિ ઔંસ સાંકડી વધઘટે અથડાય છે.

Advertisement

સિલ્વર ઈન્સ્ટિટ્યૂટે ૨૦૨૪ના પ્રાથમિક માંગ પુરવઠાના આકડા રજૂ કર્યા છે. ઔધ્યોગિક માંગ ૮ ટકા વધીને ૬૩૨૦ લાખ ઔંસ અંદાજી છે. ફોટોવોલ્ટિક, પાવર ગ્રીડ, ફાઇવ જી નેટવર્ક, કંજુમર ઇલેક્ટ્રોનિક વપરાશ અને ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં વૃધ્ધિ આખરે ઔધ્યોગિક માંગ વૃધ્ધિના વાહકો બની રહેવાના. આપણે જોયું છે કે જ્યારે ભાવ નીચે જાય, ત્યારે રોકાણકારો ચાંદીમાં રોકાણ વાધારતા હોય છે, ઊંચા ભાવે તેઓ બજાર છોડી જાય છે. ૨૦૨૨ના સરેરાશ ભાવની તુલનાએ ૨૦૨૩માં ભાવ ઊંચા રહ્યા હતા. એટલેજ રોકાણકારોની માંગ ઘટી હતી.

Advertisement

ચાંદીમાં હવે ફન્ડામેન્ટલ નકારાત્મકતાઓ પૂરી થવામાં છે. યુધ્ધમાં ઉતરેલા દેશો હવે થાક્યા છે, સંખ્યાબંધ મુદ્દાઓ નજર સામે દેખાઈ રહ્યા છે, અર્થતંત્રોમાં વૃધ્ધિ શરૂ થઈ છે, અમેરિકન ફેડરલ રિઝર્વના ફુગાવાના અનુમાનો વધવા શરૂ થશે, તે સાથે ચાંદી સહિતની કોમોડિટીનો વપરાશ પણ વધવો શરૂ થશે. આ વર્ષે ગ્રામ્ય સ્તરે નબળા વર્ગની આર્થિક સ્થિતિ સુધરવા તરફથી રહેવાની ધારણાએ, રોકાણકારોનો ચાંદી માટેનો દૃષ્ટિકોણ ગતવર્ષની તુલનાએ, ૨૦૨૪માં હકારાત્મક બદલાવ આવ્યો છે.

Advertisement

આપણે એ પણ જોવું રહ્યું કે ૨૦૨૩માં ચાંદીની પુરવઠા ખાધ (ડેફિસિટ) ૧૪૩૦ લાખ ઔંસ હતી, તે ૨૦૨૪માં ૧૧૦૦થી ૧૨૦૦ લાખ ઔંસ રહેવાની શક્યતા સિલ્વર ઇન્સ્ટિટ્યૂટ તરફથી બતાવાઈ છે. ૨૦૨૪માં ચાંદીની ભાવ વૃધ્ધિ ૧૦થી ૧૫ ટકા બતાવાઈ હોવા છતાં, સોનાની તુલનાએ ચાંદીની ભાવ વૃધ્ધિ ધીમી રહેશે. હાલમાં ગોલ્ડ સિલ્વર રેશિયો (એક ઔંસ સોનાના ભાવથી ખરીદી શકાતી ચાંદી) ૮૮ છે, જે હજુ વધવાની સંભાવના છે. આનું કારણ છે સોનાની ભાવ, આ વર્ષે ૨૦ ટકા વધવી શક્ય છે.

Advertisement

પુરવઠા અછતના સંયોગોમાં ઉક્ત તમામ સંકેતો ચાંદીની મંગ અને ભાવમાં ઝડપી ઉછાળાની સ્થિતિ પેદા કરશે. ગોલ્ડ સિલ્વર રેશિયો ૮૮ની ઊંચાઈએ પહોંચી ગયો હોવાથી ચાંદીના ભાવને ટેકો પૂરો પડશે અને નીચેથી પાછા ફરવાની શક્યતા પણ દાખવે છે. ભાવ જ્યારે ૨૩ ડોલર આસપાસ નીચે જઈ બેઠા છે, ત્યારે આગામી દિવસોમાં ચાંદીના ભાવ આશ્ચર્યજનક રીતે ઉછાળા મારે તેવી ધારણા પણ બંધાઈ રહી છે. અમેરિકન ગ્રાહક ભવાંકના આગામી આકડા અહેવાલ ચાંદીની તેજીમાં ઊંબાડિયા કરી શકે છે. જો ફુગાવો કાબુમાં આવતો જણાશે તો ફેડ રિઝર્વ વ્યાજદર ઘટાડાનો આરંભ કરી શકે છે. આર્થિક વિકાસ વૃધ્ધિના સમાચારો આવવા લાગ્યા છે, તે સ્થિતિમાં ચાંદીના ભાવમાં હજુ તેનું પ્રતિબિંબ જોવાતું નથી. ફેડ રિઝર્વ તરફથી જો કોઈ નવા સંકેત મળશે, તો આશ્ચર્યજનક રીતે ચાંદીના ભાવમાં ધારણા કરતાં વધુ ભડકો થવાની શક્યતા નકારાતી નથી.

Advertisement

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૧૨-૧-૨૦૨૪

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!