અરવલ્લી જિલ્લાના મંગલપુરમાં થયેલ લાખોની ચોરી મામલે ગ્રાજનોને માલપુર પોલિસ પર ભરોસો નથી. થોડાુ દિવસ પહેલા માલપુરના મંગલપુર ગામે બંધ મકાનમાંથી તસ્કરોઓ 29.50 લાખના મત્તાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા, જેને લઇને હજુ તપાસ સંતોષકારક ન થતાં લોકોમાં માલપુર પોલિસ પર નારાજગી હતી, જેને લઇને પોલિસ વડા શૈફાલી બારવાલ ને રજૂઆત કરી હતી. જિલ્લા પોલિસ વડાએ જણાવ્યું કે, આ સમગ્ર મામલે LCB પણ તપાસમાં જોડાઈ છે અને કોઈપણ કચાશ નહીં રખાય. આ સાથે પોલિસ વડાએ એમપણ કહ્યું કે, જો આ ચોરીનો ભેદ LCB ઉકેલશે તો માલપુર પોલિસ પર કાર્યવાહી કરાશે.
અરવલ્લી જીલ્લામાં ઠંડીની જમાવટ સાથે તસ્કર ટોળકીઓ સક્રિય થતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. થોડા દિવસ પહેલા માલપુર તાલુકાના મંગલપુર ગામમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી અધધ 29.50 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી રફુચક્કર થતા ભારે ચકચાર મચી હતી. લાખ્ખો રૂપિયાની ચોરીની ઘટનાના પગલે માલપુર, એલસીબી અને એસઓજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે હજુ માલપુર પોલિસ અંધારામાં તીર મારતી હોઈ ગ્રામજનોએ પોલિસ વડાને રજૂઆત કરી હતી.