37 C
Ahmedabad
Thursday, May 9, 2024

સર પી.ટી.સાયન્સ કોલેજ મોડાસા વનસ્પતિશાસ્ત્ર વિભાગ દ્વારા એક દિવસે નેશનલ કક્ષાનો સેમિનાર યોજાયો


ધી. મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ,મોડાસા સંચાલિત સર પી.ટી.સાયન્સ કોલેજ મોડાસા તા.૨૪/૦૧/૨૦૨૪ ના રોજ વનસ્પતિશાસ્ત્ર વિભાગ દ્વારા કોલેજમાં એક દિવસે નેશનલ કક્ષાનો “વનસ્પતિ વ્યવહાર અને સાયન્ટિફિક ઓળખ” અંગેનો નેશનલ સેમિનાર યોજાયો હતો. જેમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના ૬૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વનસ્પતિની વૈજ્ઞાનિક રીતે કઈ રીતે ઓળખ કરવી તે અંગે તજજ્ઞશ્રી પ્રિ. ડૉ અલ્પેશભાઈ પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે કેળવણી મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર આર મોદી, પ્રભારી મંત્રી શ્રી સુભાષભાઈ શાહ, આચાર્ય ડૉ કે.પી.પટેલ અને બોટની ડિપાર્ટમેન્ટ હેડ ડૉ .એસ.ડી.વેદિયા શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમની સફળતા માટે ડૉ.એમ.એસ.જાંગીડ અને ડૉ.એચ.એસ ખરાડી, ડૉ.ઉર્વીબેન ગુપ્તા, પ્રા. અનુરાધાબેન ચૌધરી વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!