asd
26 C
Ahmedabad
Sunday, September 8, 2024

અરવલ્લી : માલપુર 52ગામ લેઉવા પટેલ સમાજનો સમુહ લગ્નોત્સવમાં 27 યુગલોએ પ્રભુતાના પગલાં પાડ્યા


માલપુર ની પી.જી.મહેતા હાઇસ્કૂલમાં રવિવારે બાવન ગોળ માલપુર-મોડાસા લેઉવા પટેલ સમાજ દ્વારા 28 જાન્યુઆરીએ 11 માં સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.જેમા 27 નવયુગલો લગ્નગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલા પાડ્યા હતા.સમૂહ લગ્ન સમિતિના સહ કન્વિનર અને સમાજનાઅગ્રણી વિનોદભાઈ આર પટેલે જણાવ્યું હતું કે સમાજની તમામ દીકરીઓને દાતાઓ તરફથી જીવન જરૂરિયાતની તમામ નાની મોટી 32 કરતાં વધુ ચીજ વસ્તુઓ આપવા માં આવી હતી.સમિતિના કન્વિનર મગનભાઈ પટેલ અને સહ કન્વિનર વિનોદભાઈ પટેલ અને સમિતિ દ્વારા ભવ્ય આયોજન કરાયું હતું.શનિવારે વર અને કન્યા પક્ષે માત્ર ઘરે જ ગણેશ સ્થાપન કરાઇ હતી. માલપુરની હાઈસ્કૂલમાં 27 જાન્યુઆરીએ મામેરુ અને અન્ય વિધિ તેમજ રાસ ગરબા નો ભવ્ય આયોજન કરવામાં આવ્યો હતો. શનિવાર અને રવિવારે પટેલ જવેલર્સના સોનિકપુરના ભોજન સમારંભના મુખ્ય દાતા મગનભાઈ નાનાભાઈ પટેલ અને સમાજના આગેવાન અને મહેશભાઈ ડાયાભાઈ પટેલ મહિયાપુર પરિવાર જશુભાઈ પટેલ મૂળ મઠવાસ હાલ અમદાવાદ અને મેડીટીંબાના દાતા આનંદભાઈ કાંતિભાઈ પટેલ તેમજ સ્વ. વાલાભાઈ કાળાભાઈ પટેલ પરિવાર ઉપસ્થિત રહેવાના છે.લગ્ન મંડપમાં બગી ઘોડા અને સેલ્ફી પોઇન્ટ ડોલી સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.નવદંપતિઓએ વડીલોના આશીર્વાદ લીધા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!