નવાભગા ગામે યોજાઈ યોજાયેલી જાહેરસભામાં તમામ પડતર
પ્રશ્નોની છણાવટ કરાઈ
મોડાસા,તા.૩૦
વિજયનગર તાલુકાના ધોલવાણી રેન્જના ગામોની હક્કદાવાની અરજીઓ મંજુર થવા છતાં જેમને સનંદો મળી નથી એવા લાભથી વંચિત રહેલા અરજદારોના હિતમાં આજરોજ નવાભગા ગામે યોજાયેલી ગ્રામસભામાં ૧૭૮ કુટુંબના સભ્યોની જંગલ જમીનની અરજીઓ સહિતના પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી
નવાભગા તથા પરોસડા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના ખારીબેડી ,નવાખોલા અને નવાભગા સહિતના ગામોના કુટુંબોની જંગલ જમીન મેળવવા કરેલી હક્કદાવાની અરજીઓ અંગે પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલના પ્રમુખપદે નવાભગા ગામે મળેલી આ ગ્રામસભામાં જંગલ વિસ્તારના પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરતા આરએફઓ જયેન્દ્રસિંહ વાઘેલાએ ધોલવાણીની યાદી આધારે જણાવ્યું હતું કે નવાભગા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના ગામડાના લોકોની મોટા ભાગની હક્કદાવા અરજીઓનો ગીર ફાઉન્ડેશન માંથી હકારાત્મક અહેવાલ આવેલ છે જેની પેટા વિભાગીય સમિતિમાં સમીક્ષા કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે.
અલબત્ત.પડતર તમામ હક્કદાવા અરજીઓની પુનઃ ચકાસણી શરૂ કરાવી હકારાત્મક અભિગમ રાખી માત્ર નવાભગા પંચાયત હેઠળના કુલ – ૧૭૮ કુટુંબના સભ્યોની જંગલ જમીનની અરજીઓ ગીર ફાઉન્ડેશન, ગાંધીનગરથી મજૂર થઈ આવેલ છે જેની જિલ્લા સ્તરીય સમિતિમાં ચકાસણી કરવાનું કામ પ્રગતિમાં હોઈ વહેલી તકે
વંચિતોને લાભ આપવામાં આવે એવી રજુઆતો થઈ હતી
નવાભગા અને પરોસડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચો ,વન અધિકાર સમિતિના પ્રમુખ,, વિજયનગર તાલુકાની ધોલવાણી તથા વિજયનગર રેન્જના વન અધિકારીઓ તેમજ નવાભગા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના ગામડાઓના લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા