36.6 C
Ahmedabad
Friday, May 3, 2024

પહ્મ પુરસ્કાર : રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિના હસ્તે પહ્મ પુસ્કાર એનાયત


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં પદ્મ પુરસ્કારો એનાયત કર્યા. રાષ્ટ્રપતિ કોવિંદે હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક ડૉ.પ્રભા અત્રેને પદ્મ વિભૂષણ અર્પણ કર્યું, તથા ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રીકલ્યાણ સિંહને મરણોત્તર પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરાયો હતો.
આ ઉપરાંત પદ્મ ભૂષણ પુરસ્કાર, ભારત બાયોટેકના કૃષ્ણમૂર્તિ ઈલા અને સુચિત્રા ઈલાને કોવિડની રસી કોવેક્સિન માટે, ઓડિયા સાહિત્યકાર ડૉ. પ્રતિભારે, પીઢ કાયદાકીય નિષ્ણાત આચાર્ય વશિષ્ઠ ત્રિપાઠી, અભિનેતા વિક્ટર બેનર્જી. ભારતમાં જન્મેલા મેક્સીકન વૈજ્ઞાનિક ડૉ. સંજય રાજારામને મરણોત્તર એવોર્ડ આપવામાં આવ્યો છે.
ટોક્યો ઓલિમ્પિક્સના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા, પેરાલિમ્પિક્સના સુવર્ણ ચંદ્રક વિજેતા પ્રમોદ ભગત અને સુમિત અંતિલ, ગાયક સોનુ નિગમ, આદિવાસી લેખક ટી સેનકા આઓ, કથક નૃત્યકાર જોડીકમલિની અને નલિની અસ્થાના, લદ્દાખના કોતરકામ કલાકાર ત્સેરીંગના મગ્યાલ, કલારીપ્પુ કલાકાર શંકરનારાયણ મેનન અને પીઢ લાવણી ગાયિકા સુલોચના ચવ્હાણ, અને સંસ્કૃતને લોકપ્રિય બનાવવા માટે પોલેન્ડના વિદ્વાન ડૉ. મારિયા કે બાયર્સ્કી અને આયર્લેન્ડના પ્રોફેસર રુટગર કોર્ટનહોર્સ્ટને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે.
આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ એન વી રમણ, ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બીજા તબક્કામાં પદ્મ પુરસ્કાર એનાયત કરાયા છે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!