30 C
Ahmedabad
Monday, March 17, 2025

અરવલ્લી : મોડાસા શહેરની ધાંચી હાઇસ્કૂલમાં વાર્ષિક મહોત્સવની રંગેચંગે ઉજવણી, વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોથી મન મોહ્યુ


અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરની જાણીતી અગ્રણી શૈક્ષણિક સંસ્થા લઘુમતી સમાજના અનેક વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો પાડી રહી છે લઘુમતી સમાજના જરૂરિયાતમંદ પરિવારના બાળકો માટે ઘાંચી હાઈસ્કૂલ અભ્યાસ માટે વરદાનરૂપી સાબિત થઈ રહી છે ધી ઘાંચી ઘાંચી હાઇસ્કૂલમાં રવિવારે વાર્ષિક મહોત્સવની ઉજવણી સિકંદર ભાઈ વાય. સુથાર (રાજાબાબુ)ના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી વાર્ષિત મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે અતુલભાઇ દીક્ષિત (ચીફ કમિશનર ભારત સ્કાઉટ ગાઈડ સંઘ) તેમજ અતિથિ વિશેષમાં ઈકબાલભાઈ ઇપ્રોલીયા(ચેરમેન ધી સર્વોદય સહકારી બેંક લી.), અબ્દુલ રહીમ દાદુ(પ્રતિનિધિ ઉચ્ચ પ્રાથમિક શાળા), સલીમભાઈ ગુજરાતી (આઈ. જી) દાતા ઘાંચી નિમ્ન પ્રાથમિક શાળા સલીમભાઈ સુથાર (પી.બી.)(પ્રતિનિધિ હાજી પી.બી. સુથાર ઘાંચી બાલગૃહ), ગુલામ હુસેન ખાલક(વિરોધ પક્ષના નેતા મોડાસા નગરપાલિકા), તથા કારોબારી સભ્યો, સભાસદો અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ દિલ્હી હોવાથી શાળાનો કાર્યક્રમ સફળ રહે તે માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો

Advertisement

ધી ઘાંચી હાઈસ્કૂલના વાર્ષિક મહોત્સવની ઉજવણીમાં ઉપસ્થિત ઈકબાલભાઈ ઇપ્રોલીયાએ (ચેરમેન ધી સર્વોદય સહકારી બેંક) 25 હજાર રૂપિયા સંસ્થાને દાન આપ્યું હતું. તથા કાર્યક્રમના ખર્ચ પેટે સર્વોદય સહકારી બેંકે આર્થિક સહયોગ આપ્યો હતો કારોબારી સભ્યોએ પણ મદદ કરી હતી.સ્વાગત શાળાના આચાર્યએ કર્યું હતું. મુખ્ય મહેમાન અતુલભાઇ દીક્ષિતે પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું. જ્યારે અતિથિ વિશેષમાં ઈકબાલભાઈ ઇપ્રોલીયા, હુસેનભાઇ ખાલકે પણ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું.

Advertisement

સંસ્થાના પ્રમુખ રાજાબાબુ એ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે અને વિદ્યાર્થીઓને બધી સુવિધાઓ મળે એવું જણાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સેક્રેટરી મોહમ્મદ હનીફ સીધવા, ઉપપ્રમુખ અબ્દુલ રજાકભાઈ ખાનજી, જોઈન્ટ સેક્રેટરી રહીમભાઈ બાંડી, ટ્રસ્ટી ઈશાકભાઈ ઉપાદ, શિક્ષણ સમિતિ ચેરમેન સઇદ અહેમદ એ. ભૂરા, શાળાના આચાર્ય ઈર્શાદ હુસેન કાજી, મલેક સોહીલ, પ્રોગ્રામ કન્વીનર રીયાજ એમ. બાયડીયા અને એનાઉન્સરની જવાબદારી શાળાના શિક્ષિકા મુસ્તકીમાબેન એમ. લીમડાએ નિભાવી હતી. અને તમામ સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી . અંતે બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કરી મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યાર પછી વાલીઓને અલ્પાહાર આપવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!