30 C
Ahmedabad
Sunday, May 5, 2024

અરવલ્લી : મોડાસા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ દ્વારા ચતુર્થ સમૂહ યજ્ઞોપવિત યોજાઈ, 6 બ્રહ્મબટુકોએ જનોઈ ધારણ કરી


હિન્દુ ધર્મમાં 16 સંસ્કારોનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે, તેમાંથી એક છે, યજ્ઞોપવિત સંસ્કાર કે જેને ઉપનયન સંસ્કાર પણ કહેવાય છે મોડાસા શહેરમાં મોડાસા વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ દ્વારા મહાવદ એકમના રોજ ચતુર્થ સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું ધાર્મિક વિધિ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. જનોઈ ત્રણ દોરાવાળું એક સૂત્ર હોય છે. જેને સંસ્કૃત ભાષામાં ‘યજ્ઞોપવીત’ કહેવામાં આવે છે.

Advertisement

મોડાસા શહેરની આમંત્રણ હોટલમાં મોડાસા વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ દ્વારા બે દિવસીય ચતુર્થ સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહાસુદ પૂનમના દિવસે ગણેશ સ્થાપન,ગ્રહશાંતિ અને સંગીત સંધ્યા યોજાયા બાદ મહા વદ એકમના દિવસે સવારે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે 6 બ્રહ્મબટુકોએ જનોઈ ધારણ કરી હતી ચતુર્થ સમૂહ યજ્ઞોપવિત વિધિમાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા,આ ક્રાયક્રમમાં અખિલ હિંદ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદ ના પૂર્વ પ્રમુખ અને હાલના ટ્રસ્ટી ભરતભાઈ જોષી તરફથી એકલિંગજી ખાતે એકલિંગજી અતિથિગૃહ માટે રૂ.૫,૧૧,૦૦૦ ના દાન પેટે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો મોડાસા ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટના હોદેદારો અને સદસ્યોએ પ્રસંગને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!