મુંબઈ,
બોલીવુડ જગતના જાણીતા ગઝલગાયક પંકજ ઉધાસનુ અવસાન થયુ.તેમના પરિવાર દ્વારા આ જાણકારી સોશિયલ મિડીયા દ્વારા આપવામા આવી છે.તેઓ પાછલા દિવસોથી બીમારીથી પીડાતા હતા. 72 વર્ષથી ઉમરે આ જગતને અલવિદા કહેતા તેમના લાખો ચાહકોને ભારે આઘાત લાગ્યો છે. નાનપણથી સંગીત સાથે લગાવ ધરાવનારા પંકજ ઉધાસને 2006મા પદ્મશ્રીથી સન્માનિત કરવામા આવ્યા હતા. તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં પોતાના મઘુર અવાજથી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ગુજરાતના જેતપુરમા જન્મેલા પંકજ ઉધાસનો નાનપણથી સંગીતનો શોખ હતો.પંકજ ઉધાસે એક સાંસ્કૃતિક કાર્યક્રમમા એ મેરે વતન કે લોગો ગીત ગાતા ઉપસ્થિત પ્રેક્ષકોની આંખમા આસુ આવી ગયા હતા. તેમને એક માણસે તાળી પાડીને 51 રુપિયા ઈનામ પણ આપ્યુ હતુ. તેમને રાજકોટની સંગીત એકેડ઼મીમા અભ્યાસ કર્યો હતો.ત્યારબાદ તેઓ સ્ટેજ શો પણ કરતા હતા. તેમણે ફિલ્મો માટે પણ ગીતો ગાયા હતા.તેમના કેરિયરની જાણીતી ગઝલ કે તેમના થકી તેઓ ખુબ જ પ્રસિધ્ધી પામ્યા તે 1986મા આવેલી નામ ફિલ્મની છે. જેમા ચિઠ્ઠી આઈ હે બડે દિનો કે બાદ ચિઠ્ઠી આઈ હે ગઝલે તેમના કેરિયરના ગ્રાફમા વધારો કર્યો .એ પણ કહેવાય છે કે રાજકપુર આ ગઝલ સાભળી રડી પડ્યા હતા. અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી અને રવિના ટંડનની ફિલ્મ મોહરામા આવેલુ ના ગજરે થી ધાર ના મોતી ઓકે હાર ના કોઈ કિયા સીંગાર ફિર ભી કીતની સુંદર હો .ગીતે પણ યુવાઓને ખાસુ ઘેલુ લગાડ્યુ હતુ. તેમની દિકરીએ તેમના અવસાનના સમાચાર સોશિયલ મિડીયામા આપ્યા છે. ત્યારે સૌ ચાહકો તેમને શ્રધ્ધાજંલી પણ આપી રહ્યા છે. પંકજ ઉધાસના બે ભાઈઓ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ સંગીત ક્ષેત્રના જાણીતા નામો છે.
ચિઠ્ઠી આઈ હે વતન સે ચિઠ્ઠી આઈ હે ગીતની જાણીતા બનેલા ગઝલગાયક પંકજ ઉધાસનુ 72 વર્ષની ઉમરે નિધન
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -