ભિલોડા,તા.૨૭
અરવલ્લી જીલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ભિલોડા તાલુકા આરોગ્ય અધિકારી ડો. વી.સી. ખરાડીની રાહબરી હેઠળ તાલુકા આરોગ્ય કચેરી, ભિલોડા ખાતે તમામ ફીમેલ હેલ્થ વર્કર બહેનોને વી.આઈ.એ તાલીમ આપવામાં આવી હતી.ડો. ડી.ડી.ડામોર સ્ત્રી રોગ નિષ્ણાંત – એસ.ડી.એચ. ભિલોડા ડો. યાસીન મેમણ – આયુષ મેડીકલ ઓફિસર દ્વારા જાણકારી અને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તાલીમ ને સફળ બનાવવા તાલુકાના હેલ્થ વિઝીટર વિમળાબેન ગામેતી, આરોગ્ય નિરીક્ષક રામજીભાઈ વણકરે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમનું સફળ સંચાલન તાલુકા આઈ.સી.ઓ. સંજયભાઈ બારોટે કર્યું હતું.આ પ્રકાર માહિતી S.B.C.C ટીમ, ભિલોડા દ્વારા આપવામાં આવી હતી.