ભિલોડા,તા.૨૭
ગંભીરપુરા પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ યોજાયો હતો.ગંભીરપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શારદાબેન ભગોરા, એસ.એમ.સી કમિટીના અધ્યક્ષ હરીશભાઈ ભગોરા, રેણુકાબેન, વનરાજભાઈ, શિક્ષક ગણે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.મુખ્ય મહેમાન તરીકે બરખા લકરા ( પત્રકાર અને સમાજસેવી, દિલીપકુમાર નિનામા ( પ્રમુખ, અરવલ્લી – સાબરકાંઠા આદિવાસી શિક્ષક એસોસિયેશન), પ્રજ્ઞાબેન ડામોર (મહિલા પ્રમુખ, ભિલોડા), અરવિંદાબેન ખરાડી (મહિલા પ્રમુખ, વિજયનગર), દમયંતીબેન તબિયાડ (મહિલા પ્રમુખ, ઈડર) ઉપસ્થિત રહ્યા હતા.
ગંભીરપુરા પ્રાથમિક શાળામાં કુલ ૧૧૨ બાળકો અભ્યાસ કરે છે. ખાસ અગત્યની વાત એ છે કે, ૧૧૨ બાળકોએ વાર્ષિક મહોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.ખરેખર બાળકોને તૈયારી કરાવનાર શિક્ષકો અને બાળકો ખુબ અભિનંદનને પાત્ર છે કે, અભ્યાસની સાથે – સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ, ગુજરાતી નાટક, અંગ્રેજી નાટક સરસ રીતે રજુ કરી બતાવ્યું હતું..
ખરા હીરા તો ગ્રામીણ ક્ષેત્રોમાં જ છે. બાળકોને ફક્ત આંગળી પકડાવવાની જરૂર છે.માર્ગદર્શન આપવાની જરૂર છે. બાળકો ધારે તે કરી શકે છે.ગંભીરપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શારદાબેન, સ્ટાફ પરીવાર જેવા ખંતિલા શિક્ષકો ફક્ત નોકરી જ નહીં પરંતુ સમાજ પ્રત્યેનું રૂણ અદા કરવાની ભાવના સાથે પોતાની નૈતિક ફરજો અદા કરે છે.