32 C
Ahmedabad
Saturday, May 4, 2024

અરવલ્લી જિલ્લામાં માવઠાથી થયેલા નુકસાન સામે વળતર ચુકવવા AAP એ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું


 

Advertisement

અરવલ્લી જિલ્લામાં માવઠાને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન સામે વળતર ચુકવવાની માંગ ઉઠવા પામી છે. આમ આદમી પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અરવલ્લી જિલ્લામાં કરા સાથે વિસ્તારમાં માવઠું થયું, જેમાં ખેડૂતોના ઘઉં, વરિયાળી, બટાકા, મકાઈ સહિતના પાકોને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ ત્રણ થી આઠ માસની મહેનત કરી હતી અને તૈયાર થયેલા પાક પર માવઠાને કારણે આર્થિક નુકસાન પહોંચ્યું છે. જે વિસ્તારમાં માવઠાથી ખેડૂતોને નુકસાન થયું હતું, તેવા ખેડૂતોને સરકાર દ્વારા સત્વરે વળતર ચુકવવામાં આવે.

Advertisement

અરવલ્લી જિલ્લા પ્રમુખ ડોક્ટર રાજેન્દ્રસિંહ પરમાર, આમ આદમી પાર્ટી અરવલ્લી જિલ્લા માઈનોરીટી પ્રમુખ ઉસ્માન લાલા, વિજયભાઈ પરમાર ઉપપ્રમુખ વિજયભાઈ પટેલ આરટીઆઇ સેલ ઉપપ્રમુખ લક્ષ્મીબેન પંડ્યા મહિલા મોરચા પ્રમુખ ઇન્દુભાઇ પંડ્યા કારોબારી મેમ્બર હાજર રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!