ભિલોડા,તા.૦૮
ભિલોડા ભારત વિકાસ પરિષદ, શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ગરીમામયી ઉજવણી આનંદ ઉત્સાહભેર યોજાઈ હતી.સમારંભના અધ્યક્ષ સ્થાને યજ્ઞાબેન જોષીએ સ્થાન શોભાવ્યું હતું.મુખ્ય મહેમાન પદે નીલમબેન પંચાલ અને કૈલાસબેન પટેલએ સ્થાન શોભાવ્યું હતું.
સૌ – પ્રથમ મહેમાનો નું ઢોલ – શરણાઈ અને કુંમ-કુંમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખાના પ્રમુખ પ્રણવભાઈ પંચાલ દ્વારા સર્વે મહેમાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત સન્માનિય મહિલાઓ, આમંત્રિત મહેમાનો સહિત ગ્રામજનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.મહેમાનો અને વિશિષ્ટ કામગીરીમાં પોતાનું યોગદાન આપનાર મહિલાઓને મોમેન્ટો આપી સન્માનભેર વિશેષ સન્માન કર્યું હતું.
મુખ્ય મહેમાન દ્વારા ઉર્જા ભર્યા પ્રવચનો કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે આભાર વિધિ મહિલા સંયોજિકા જાગૃતિબેન સોનીએ કરી હતી.