32 C
Ahmedabad
Sunday, April 28, 2024

હોળી-ધુળેટીમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરોના હવાતિયા : શામળાજી પોલીસે અલ્ટો કાર માંથી 564 બોટલ દારૂ ઝડપ્યો


હોળી-ધુળેટીના પર્વમાં વિદેશી દારૂની ખપત વધુ રહેતી હોવાથી તહેવારોમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નશીલ બન્યા છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર સઘન ચેકીંગ અને રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ કરી બુટલેગરોમાં કીમિયા પર પાણી ફેરવી રહી છે શામળાજી પોલીસે વસોયા ગામની સીમમાંથી દારૂ ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કરતા બુટલેગર અંતરિયાળ વિસ્તારમાં કાર મૂકી ફરાર થતાં પોલીસે કારમાંથી 69 હજારથી વધુનો શરાબ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને એન.એસ.બારાએ જુદી-જુદી ટીમો બનાવી રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદ પર રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ હાથધરી નાના-મોટા વાહનો મારફતે વિદેશી દારૂ ઠાલવતા બુટલેગરો સામે સખ્ત કાર્યવાહી હાથધરી છે શામળાજી પોલીસે અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથધરતા વસોયા ગામ નજીક પોલીસજીપ જોઈ રાજસ્થાન તરફથી અલ્ટો કારમાં વિદેશી દારૂ ભરી પસાર થતો બુટલેગરે કાર રિવર્સ કરી પરત હંકારી મૂકતા પોલીસે ફિલ્મીઢબે કારનો પીછો કરતા બુટલેગર જંગલ વિસ્તાર નજીક કાર બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઈ જતા પોલીસે કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ- 564 કિં.રૂ.69108/- સહિત કુલ રૂ.169108/- મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!