27 C
Ahmedabad
Monday, May 13, 2024

અરવલ્લી : ત્રણ મહિનામાં ડબલ પૈસા કરી આપવાની લાલચ આપી મહિસાગરના યુવકને લૂંટનાર 8 આરોપીને ધનસુરા પોલીસે દબોચ્યા


લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરેની કહેવત અનુસાર ઘટના ધનસુરા નજીક બની હતી જેમાં મહીસાગર જીલ્લાના ગેગડિયા ગામના વેપારી યુવકને પેટ્રોલપંપ માટે પૈસાની જરૂરિયાત ઉભી થતાં કાર ગીરવે મુકવા જતા રામગઢી નજીક ચાની કીટલી પર ઠગ ટોળકી ભકટકાઈ ગઈ હતી વેપારી યુવક સાથે સંપર્ક વધારી ત્રણ મહિનામાં પૈસા ડબલ કરી આપવાની વાત કરતા યુવક લલચાઈ જતા યુવક ત્રણ લાખના ડબલ કરવાની લાલચમાં આવેલ યુવકને ધનસુરાના કમાલિયા કંપા નજીક બોલાવી 12 જેટલા શખ્સોએ લૂંટી લેતા યુવક છેતરપિંડીનો ભોગ બનતા ધનસુરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવતા પોલીસે ગણતરીના કલાકોમાં 8 આરોપીઓને દબોચી લઇ 2.23 લાખ રોકડ રકમ રિકવર કરી હતી

Advertisement

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ ધનસુરા પોલીસ સ્ટેશનના પ્રોબેશનલ ASP અને ધનસુરા પીએસઆઇ અને તેમની ટીમે કમાલિયા કંપા નજીક યુવકને લૂંટી લેનાર ગેંગને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને વિવિધ ટીમ બનાવી માલપુર અને મેઘરજ પોલીસની મદદથી લૂંટ કરનાર ગેંગના 1) લાલા સોમા ડામોર(રહે,રામગઢી) ,2)ફુલા મશુ પગી (રહે,પીપરાણા),3)ઘનશ્યામ મણી પટેલ (રહે,મોલ્લી કંપા),4)શંકર ગટું રોત (રહે,દૂજા વડાદા-રાજ) 5)રમેશ અળખા યાદવ (રહે,ઢેચરા ભગત-રાજ),6)અજય પ્રતાપ કટારા(રહે,લીંભોઈ-મેઘરજ)7)ભાવેશ રમેશ પગી અને 8)સંજય પ્રવીણ પગી (બંને રહે,પીપરાણા)નામના આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લઇ લૂંટમાં ગયેલ રકમમાંથી 2.23 લાખ રોકડ રકમ રિકવર કરી લૂંટમાં સંડોવાયેલ અન્ય આરોપીઓ અને ગુન્હામાં વપરાયેલ બ્રેઝા અને ઇકો કાર તેમજ મારક હથિયારો શોધવા તજવીજ હાથધરી હતી ધનસુરા પોલીસે એકના ડબલ કરવાની લાલચ આપી યુવકને લૂંટી લેનાર આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેતા પ્રજાજનોએ ધનસુરા પોલીસની સરાહના કરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!