asd
28 C
Ahmedabad
Sunday, September 8, 2024

અરવલ્લી : સાબરકાંઠા લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીનું મોડાસામાં ભવ્ય સ્વાગત, AAPના હોદ્દેદારો પણ ઉમટ્યા


સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસે સ્વ.મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર અને ખેડભ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધારીને ટીકીટ આપતા બંને જીલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તુષાર ચૌધરી મોડાસા કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત ટાણે જ ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવા માટે વ્યક્તિગત કારણોસર પાછીપાની કરતા કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી સહિત કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો તુષાર ચૌધરીનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતો અરવલ્લી કોંગ્રેસ તુષાર ચૌધરીને ભવ્ય વિજય અપાવવા કટિબદ્ધ હોવાનો હુંકાર કર્યો હતો આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ શનિવારે મોડાસાના દેવરાજ ધામ નજીક વંદે માતરમ્ કોમ્પલેક્ષમાં આવેલ કોંગ્રેસ કાર્યલય ખાતે કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકારોના આશીર્વાદ લેવા માટે પહોચ્યા હતા અને કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો સાથે ચૂંટણી લક્ષી રણનીતિ અંગે ચર્ચા કરી હતી તુષાર ચૌધરી મોડાસા કોંગ્રેસ કાર્યલયની મુલાકાતે પહોચતાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ તુષાર ચૌધરીને આવકાર્યા હતા અને ચૂંટણીમાં ખભે થી ખભે મિલાવી વિજય પ્રાપ્તની

Advertisement

તુષાર ચૌધરીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મતનું વિભાજન થયું હતું ત્યારે લોકસભાની ચૂંટણી માટે ઇન્ડિયા ગઠબંધન થતાં આમ આદમી પાર્ટીને મળેલ મત કોંગ્રસને મળશે એટલે કોંગ્રેસનો વિજય નક્કી છે અને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરતાની સાથે ભાજપના ઉમેદવારે ઉમદેવારી પરત કરી લીધી છે જેનો સીધો અર્થ કૉંગ્રેસની મજબૂતી છે કોંગ્રેસ જાતિવાદ કે ધર્મવાદમાં માનતી નથી કોંગ્રેસ સર્વધર્મ સંભાવમાં માને છે કોંગ્રેસના શાસનના 70 વર્ષના ભવ્ય ભૂતકાળ રહ્યો છે કોંગ્રેસનો સાબરકાંઠા લોકસભા બેઠક પર ભવ્ય વિજય નિશ્ચિત હોવાનો હુંકાર કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!