asd
28 C
Ahmedabad
Monday, September 16, 2024

અરવલ્લી : માલપુરમાં ઘેટા-બકરાની માફક મુસાફર ભરેલી ઇકો માંથી બે મહિલાઓ રોડ પર પટકાતા ગંભીર ઇજાગ્રસ્ત


હોળી-ધુળેટીના પર્વમાં રોડ પરથી ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરી ઘેટા-બકરાની માફક મુસાફરો ભરી બેફામ હંકારતા હોવાના દ્રશ્યો સામાન્ય બની રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લામાં મુસાફરોનું વહન કરતા વાહનચાલકો વાહનની અંદર ખીચોખીચ મુસાફરો ભરવાની સાથે જીપ અને લકઝરી બસની છત પર બેસાડી મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે માલપુર પોલીસ સ્ટેશન નજીક ઘેટા-બકરાની માફક મુસાફરો ભરેલી ઇકો કારના ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા ઇકો કારમાં બેઠેલ બે મહિલા ધડકાભેર રોડ પર પટકાતા શરીરે ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે દવાખાને ખસેડવી પડી હતી
અરવલ્લીના માલપુર પોલીસ સ્ટેશન પાસે આજે સવારે ઓવરલોડેડ ભરેલી ઈકો કારમાં અચાનક ડ્રાઈવરે બ્રેક મારતા બે મહિલાઓ નીચે પટકાતા તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.મહત્વની વાત તો એ છે કે પોલીસ સ્ટેશન પાસે જ આ ઘટના બની હતી.ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ આવા કારચાલકો સામે કેમ પગલા લેતી નથી તે પણ એક સવાલ છે,કાર ચાલકો ફકત નાણા કમાવવાની લાલચે નિર્દોષ મુસાફરોના જીવ જોખમ માં મૂકે છે.
હોળી-ધૂળેટીના પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે શ્રમિકો તેમના વતન તરફ પર્વ મનાવવા માટે જઈ રહ્યાં છે.ઓછા રૂપિયામાં જલ્દી વતન પહોંચાય તેને લઈ શ્રમિકો ખાનગી વાહનોનો ઉપયોગ કરતા હોય છે અને તેમના જીવ જોખમમાં મૂકતા હોય છે,ત્યારે આજે સવારે આવી જ એક ઘટના બની હતી જેમાં બે શ્રમિક મહિલાઓ કારમાંથી નીચે પટકાંતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી,કારમાં 8 મુસાફરોની ક્ષમતા સામે 20 મુસાફરો બેસાડયા હોવાનું લોકોએ જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!