26 C
Ahmedabad
Tuesday, April 23, 2024

પંચમહાલ- શહેરા તાલુકામા હોળી ધુળેટીના પર્વને લઈને થનગનાટ, બજારમાં ધાણી ખજુર હારડાની ખરીદી કરાઈ. ઘરાકી સારી નીકળતા વેપારીઓ પણ ખુશખુશાલ


શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા પંથક સહિત ગ્રામીણ વિસ્તારમા હોળી ધુળેટી પર્વને લઈને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.પર્વને લઈને શહેરા સહિતના બજારોમાં હોળીની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી.જેમા લોકોએ ખજુર-હારડા ધાણી માટે ખરીદી કરતા જોવા મળ્યા હતા. ધુળેટી રંગોનો તહેવાર હોવાથી પિચકારીઓ અને રંગોનુ પણ વેચાણ થઈ રહ્યુ છે.જેના લઈને બજારમા ખરીદી કરવામા આવી હતી.હોળીના પર્વને લઈ બહારગામ મજુરી અર્થ ગયેલા લોકોની પણ બસ સ્ટેશન ખાતે ભીડ જોવા મળી હતી. હોળીના પર્વને માદરે વતન ઉજવાનુ એક અનોખુ મહત્વ જોવા મળે છે.

Advertisement

પંચમહાલ જીલ્લામા હોળી ધુળેટી ના પર્વને લઈને બજારોમા ભીડ જોવા મળતા વેપારીઓમા પણ ખુશીની લાગણી જોવા મળી છે.ગ્રામીણ વિસ્તારમાથી હોળી પર્વને વિશેષ રીતે મનાવામા આવે છે. શહેરાનગરમા આવેલા બસ સ્ટેશન વિસ્તાર, વૈજનાથ ભાગોળ,પરવડી બજાર સહિતના વિસ્તારોમા ખરીદી માટે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને લોકોએ ખજુરધાણી હારડાની ખરીદી કરી હતી.પિચકારીઓની પણ અલગ અલગ વેરાયટી બજારમા જોવા મળી રહી છે.લોકોએ સુકા કલરની પણ ખરીદી કરી હતી. લોકો હવે કેમિકલ વાળા કલરમા ઓછુ રમવાનુ પસંદ કરી રહ્યા છે,ગ્રામીણ વિસ્તારમા તો કેસુડાના ફુલનો કલર બનાવીને રમવામા આવે છે. શહેરા તાલુકામાથી કેટલાક ગ્રામીણ વર્ગ કામધંધા માટે સુરત,અમદાવાદ,રાજકોટ,વડોદરા સહિતના શહેરમા જતો હોય છે.પણ હોળી તો માદરે વતન ખાતે ઉજવાની પરંપરા ચાલી આવે છે. હાલમા બસ સ્ટેશન પર બસોમા ભીડ જોવા મળી રહી છે.એસ ટી વિભાગ દ્રારા પણ હોળીના પર્વને લઈને બસો દોડાવામા આવી રહી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!