લોકસભાની ચૂંટણી અંતર્ગત અરવલ્લી જીલ્લામાં આચારસંહિતાનો કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પરથી પસાર થતાં વાહનોનું સઘન ચેકિંગ હાથધરવામાં આવ્યું છે શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન પાસીંગની આઈ-10 કારના ગુપ્તખાના માંથી ન્યૂઝ પેપરમાં વીંટાળેલ એક કરોડ રૂપિયા બિનહિસાબી મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી પોલીસે અધધ 1 કરોડ બિનહિસાબી રોકડ રક્મ ક્યા થી કયા લઇ જવાની હોવા અંગે કાર ચાલકની સઘન પૂછપરછ હાથધરી હતી
શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે રાજસ્થાન રાજ્યને અડીને અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર અણસોલ ચેકપોસ્ટ પર ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરાફેરી અટકાવવા માટે બેરીકેટિંગ કરી વાહનોનું ચેકિંગ હાથધરતા રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી આઈ-10 કારને અટકાવી તલાસી લેતા કાર ચાલક ડ્રાઇવર ચિંતિત જણાતા પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા કારની વચ્ચેની સીટમાં ગુપ્તખાનામાં રોકડ રકમ હોવાનું જણાવતા પોલીસે ગુપ્તખાનું ખોલાવતા પોલીસની આંખો પહોળી થઈ ગઈ હતી ગુપ્તખાના માંથી 1 કરોડની ફ્રેશ 500ની નોટના બંડલ મળી આવતા પોલીસે કાર ચાલકને રોકડ રકમના આધાર પુરાવા રજૂ કરવા જણાવતા ડ્રાઇવર પર્વતસિંહ સંભુસિંહ રાજપુત (રહે,બિલ્લુકા ઘોડા, સલુંબર-રાજ)ની અટકાયત કરી રોકડ રકમ,કાર અને મોબાઈલ મળી કુલ.રૂ.1.02 કરોડ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી જીલ્લા એએસપી સંજય કેશવાલાના જણાવ્યા અનુસાર શામળાજી પોલીસે કારમાંથી જપ્ત કરેલ એક કરોડ રૂપિયા કયા થી લઇ કોને પહોંચાડવાના હતા એ અંગે કાર ચાલકની પૂછપરછ હાથધરી છે