35 C
Ahmedabad
Saturday, April 27, 2024

સાબરકાંઠા : મોદીની ગેરંટી, વિશ્વની મહાસત્તા તરફની દોડ જાતિવાદ સામે લાચાર, ભીખાજી ડામોર કે ઠાકોર વચ્ચે ઉમેદવારી ઝૂંટવાઈ


સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી આવેલ પ્રાંતિજના પૂર્વ ધારસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની પત્ની શોભાના બેન બારૈયાને ઉમેદવાર બનાવ્યા

Advertisement

દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી ભારતને વિશ્વની મહાસત્તા બનાવવાની દિવ્ય દ્રષ્ટિ સાથે કામ કરી રહ્યા છે બીજીબાજુ ડિજિટલ ઇન્ડિયાની ગુલબાંગો વચ્ચે સમગ્ર દેશમાં જાતિવાદનું દૂષણ વધી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોડાસા શહેરના મોદી મેદાનમાં જંગી જનમેદનીને સંબોધન કરી કોંગ્રેસ એટલે સત્તા સિહાંસન અને ભોગવટો અને એક બીજાના ટાંટીયા ખેંચવાના બાંટો અને રાજ કરોની રાજનીતિ કરી રહ્યું છે જાતિવાદ અને ભત્રીજા વાદથી દેશમાં ખટરાગ, ભાષાના નામે ભાગલા પાડી રહ્યું હોવાનું જયારે ભાજપ એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે આગળ વધી રહ્યું છે હોવાનું જણાવ્યું હતું બીજીબાજુ ગુજરાતમાં જાતિવાદ માનસિકતાને લીધે ભાજપે જાહેર કરેલ સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ભીખાજી દૂધાજી ઠાકોરની ઉમેદવારી ડામોર અને ઠાકોર અટકને લઈને અટવાઈ જતા ભાજપે નીચાપણું જોવા જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે.

Advertisement

Advertisement

ભાજપ લોકસભાની ચૂંટણીમાં 400થી વધુ બેઠક પર વિજય પ્રાપ્ત કરવાનો દાવો કરી રહી છે મોદીની ગેરંટી, મોદી કા પરિવાર અને વિશ્વની મહાસત્તા બનાવવાના નિર્ધાર જેવા સ્લોગન સાથે ચૂંટણી લડી રહી છે ગુજરાતમાં છેલ્લા અઢી દાયકાથી વધુ સમયથી ભાજપ એકહથ્થુ શાસન કરી રહ્યું છે ગુજરાતમાં જાતિગત માનસિકતા કટ્ટર રીતે વધી રહી છે ત્યારે સાબરકાંઠા લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર ભીખાજી દૂધાજી ઠાકોર જાતિવાદનો કડવો ઘૂંટ પી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ભીખાજી ઠાકોર કે ડામોરનો વિવાદ સોશ્યલ મીડિયામાં આયોજન બદ્ધ રીતે ચગાવ્યા પછી પત્રિકા વોર સુધી પહોચતા અને મોવડી મંડળ ચોંકી ઉઠ્યુ હતુ અને લોકસભા બેઠક પર સૌથી વધુ મત ધરાવતા મતદાતાઓને ધ્યાને રાખી ઉમેદવારી બદલવાની તજવીજ હાથધરતા ભાજપ જાતિવાદની રાજનીતિ નથી કરતા નો બણગો ફૂટી ગયો હતો ભાજપ એક પરિવારનો મુદ્દો હોશિયામાં ધકેલાઈ ગયો છે હાલ તો અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ભીખાજી ડામોર કે ઠાકોરનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!