37 C
Ahmedabad
Saturday, April 27, 2024

પંચમહાલ- શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં માટીના લાડવા પરથી વરસાદનો વર્તારો કાઢવાની અનોખી પરંપરા


શહેરા,

Advertisement

પંચમહાલ જીલ્લાના હોળી ધુળેટીના પર્વની રંગે ચંગે ઉજવણી કરવામા આવી હતી.હોળીના દિવસે હોલિકા દહન સહિતના કાર્યક્રમો કરવામા આવ્યા હતા,ધુળેટીના દિવસે એકબીજા પર રંગો છાટીને પર્વની ઉજવણી કરવામા આવી હતી. પંચમહાલના ગ્રામીણ વિસ્તારોમા ધુળેટીના પર્વને લઈને માટીના લાડવા પરથી વર્તારો કાઢવાની અનોખી પરંપરા કાઢવામા આવી છે. જેમા ચોમાસુ કેવુ જશે તેવી આગાહી કરવામા આવે છે.ગ્રામજનો મોટી સંખ્યામા ભેગા થઈને ધુળેટી પર્વની ઉજવણી કરતા હોય છે.

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમા હોળી ધુળેટી પર્વની ઉજવણી કરવામા આવી હતી. શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આ પર્વની ઉજવણી કઈક અલગ રીતે ઉજવામા આવે છે. શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં હોળીના દિવસે માટીના લાડવા બનાવીને દાટીને ધુળેટીના દિવસે કાઢવાની અનોખી પંરપરા ચાલી આવે છે. જેમા હોળી પ્રગટાવાની હોય છે.તે જગ્યા પર માટીના ચાર લાડવા બનાવીને દાટવામા આવે છે. સાથે સાથે તે લાડવા પર માટીનો દોરો બાંધવામા આવે છે .સાથે સાથે માટીની માટલી જેમા પાણી ભરીને પણ રાખવામા આવે છે. ધુળેટીના દિવસે આ પાણીની માટલી અને માટીના લાડવા કાઢવામા આવે છે. ત્યારબાદ તેના માટીના ભેજના આધારે ચાર મહિનામા કેવો વરસાદ પડશે તેનો વર્તારો કાઢવામા આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. સાથે જે માટલીનુ પાણી છે તેને પણ ગ્રામજનોમા વહેચવામા આવે છે. માન્યતા છે કે આ પાણી પીવાથી અને ઘરમા છાટવાની બિમારી આવતી નથી.આ વખતે મધ્યમ સર લાડવા ભીના થયા હોવાથી મધ્યમ વરસાદ આવશે તેવો વર્તારો કાઢવમા આવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!