28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines સાબરકાંઠા : લોકસભા બેઠકમાં બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી ગયોની જેવી સ્થિતિ...

સાબરકાંઠા : લોકસભા બેઠકમાં બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી ગયોની જેવી સ્થિતિ કઈ રીતે પેદા થઈ વાંચો

0
276

સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે લોકસભા બેઠક પર ભીખાજી દૂધાજી ઠાકોર(ડામોર)ને ઉમેદવાર તરીકે જાહેર કરતાની સાથે સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં લોકસભા બેઠક પર ટીકીટ મેળવવા ઇચ્છુક ઉમેદવારો અને ટેકેદારોએ ભીખાજીની અટક ઠાકોર કે ડામોરના મુદ્દાને સોશ્યલ મીડિયામાં ઉઠાવી ભાજપના મોવડી મંડળ સુધી વિવિધ જૂથોએ રજૂઆત કર્યા બાદ પત્રિકા યુદ્ધમાં ફેરવાયો હતો ઠાકોર કે ડામોરનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બનતા અને સૌથી વધુ મતદાતા ધરાવતા ક્ષત્રિય ઠાકોર સમાજમાં ભારે નારાજગી હોવાનું મોવડી મંડળને ઠસાવવામાં વિરોધી જુથો સફળ રહેતા ભાજપને પરવડે તેમ ન હોવાથી ઉમેદવાર બદલવાની તજવીજ હાથધરતાં બંને જીલ્લાના જૂથ ટીકીટ માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું ત્યારે બે બિલાડીની લડાઇમાં વાંદરો ફાવી ગયો જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેમ કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષ પલટો કરનાર પ્રાંતિજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભના બેનને ઉમેદવાર તરીકે જાહેર કરતા બંને જૂથમાં સોંપો પડી ગયો હતો

સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ભીખાજી દૂધાજી ઠાકોર (ડામોર)ની અટકનો વિવાદનો મુદ્દાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હાઈકમાન્ડના આદેશના પગલે ભીખાજી દૂધાજી ઠાકોરે સોશ્યલ મીડિયા મારફતે વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી નહીં લડવાની ઇચ્છા વ્યક્ત કરવા મજબૂર બન્યા હતા જોકે ભીખાજી ઠાકોરની અટકનો મુદ્દો બનાવનાર બંને જીલ્લાના જુથો ગેલમાં આવી ગયા હતા ત્યાં સાબરકાંઠા બેઠક પર પૂર્વ મંત્રી અને ભાજપના અગ્રણીઓએ બંને વિરોધી જૂથનો ખેલ પાડી દઈ તેમનો દબદબો યથાવત રહે તે માટે પ્રાંતિજના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પક્ષ પલટો કરી ભાજપનો ખેસ ધારણ કરનાર મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભાના બેન બારૈયાને ઉમેદવાર બનાવતા ભીખાજી દૂધાજી ઠાકોરના વિરોધી જુથોની સ્થિતિ સાપ સંઘી ગયો હોય તેવી નિર્માણ થઈ છે શોભાના બેન બારૈયાની લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપે કળશ ઢોળતા ભાજપના કેટલાક અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે આક્રોશ છવાયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!