શામળાજી પોલીસે વેગનઆર કારમાંથી બે બુટલેગર સહિત મહિલાને દબોચી લઇ 49 હજારથી વધુનો દારૂ ઝડપ્યો
પોલીસની આંખમાં ધૂળ નાખવા દારૂ ભરેલી કારમાં મહિલા મિત્રને બેસાડી હેરાફેરીનો કિમિયો નિષ્ફળ
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર જીલ્લાના માર્ગો પરથી વિદેશી દારૂની હેરાફેરી અને દેશી-વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરો પર તવાઈ બોલાવી છે શામળાજી પોલિસ રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા નાના-મોટા વાહનોનું સઘન ચેકિંગ હાથધરી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી રહી છે વેગનઆર કારમાં મહિલા મિત્રની આડમાં વિદેશી દારૂ ઘુસાડવાના નુસ્ખાને નિષ્ફળ બનાવી 49 હજારથી વધુના દારૂ સાથે ત્રણ ખેપિયાને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા કારમાં ભરેલ વિદેશી દારૂ મોટા ચિલોડા બુટલેગરના સાગરીતને આપવાનો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી
શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને એન.એસ.બારાએ તેમની ટીમ સાથે બુટલેગરો માટે સિલ્કરૂટ તરીકે જાણીતી રતનપુર ચેકપોસ્ટ પરથી રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી વેગનઆર કારને અટકાવી તલાસી લેતા કારની સીટ નીચે બનાવેલ વિવિધ ગુપ્તખાના મળી આવતા પોલીસે ગુપ્તખાનાની અંદર ચેક કરતા વિદેશી દારૂની બોટલ નંગ-132 કિં.રૂ.49500/-, કાર અને ત્રણ મોબાઇલ મળી કુલ.રૂ.3.64 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 1)ધીરજ સોહનલાલ ખટીક,2)દીપક લોગરજી મેઘવાલ,3)પૂનમરાની ઓમપ્રકાશ જાટક (ત્રણે રહે.ઉદેપુર)ને ઝડપી પાડી વિદેશી દારૂ ભરી આપનાર રાજસ્થાન ઉદેપુરનો બુટલેગર પ્રકાશ કુંપાવત તેના ઠેકા પર રહેલો શખ્સ અને મોટા ચિલોડા દારૂની ડિલેવરી લેવા આવનાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા