મોરવા હડફ
પંચમહાલ જીલ્લામાં હોળીના પર્વની રંગ પાચમ સુધી ઉજવણી કરવામા આવે છે. જીલ્લામા આવેલા વિવિધ ગ્રામીણ વિસ્તારોમા મેળાઓ પણ ભરાય છે. મોરવા હડફ તાલુકાના રામપુર –કશનપુર ગામે પંરપરાગત મેળો ભરાયો હતો. આ મેળાને ઢોલનો મેળો તરીકે ઓળખાયો હતો. આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટા ઢોલ લઈને લોકો આવે છે તે ભારે આર્કષણનુ કેન્દ્ર બને છે.
પંચમહાલ જીલ્લામા હોળી ધુળેટીના પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. આ પર્વ નિમિતે જીલ્લાઓમાં મેળાઓ પણ યોજાય છે.આ મેળાઓમા મોટી સંખ્યાઓમા લોકો ઉમટી પડે છે. અને તેનો આનંદ માણે છે.મોરવા હડફ તાલુકાના રામપુર-કશનપુર ગામે પરંપરાગત હોળીના પર્વને અનુલક્ષીને મેળાનુ આયોજન દર વર્ષે કરવામા આવે છે.આ મેળાનુ વિશેષ આકર્ષણ ઢોલ છે. જેમા મોટા મોટા ઢોલ લઈ આસપાસના ગામોના લોકો વગાડતા વગાડતા લઈને આવે છે.આ મેળાને જોવા જીલ્લા બહારના લોકો પણ આવે છે. જેના આ મેળાને ઢોલનો મેળો તરીકે ઓળખાય છે.અત્રે નોધનીય છે કે હોળીના પર્વ સાથે ઢોલ પંરપરાગત રીતે જોડાયેલો છે. પંચમહાલ-દાહોદ સહિતના ગ્રામીણ વિસ્તારમાં ઢોલ વગાડવાનુ વિશેષ મહત્વ છે.