સાબરકાંઠા લોકસભા બેઠક ભાજપના હાઇકમાન્ડ માટે હૈયાહોળી સાબિત થઈ રહી છે સાબરકાંઠા બેઠક પર ભાજપે અરવલ્લીના ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યાના દસ દિવસ પછી તેમની અટકને પગલે વિવાદ ઉભો થતાં તેમના બદલે પ્રાંતિજના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અને પક્ષ પલટો કરી કેસરિયો ધારણ કર્યાના ગણતરીના વર્ષમાં તેમના પત્ની શોભાના બેનને ઉમેદવાર તરીકે જાહેર કરતા પક્ષમાં વધુ ભડાકા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં તેમનો ભારે વિરોધ થઈ રહ્યો છે અરવલ્લીના મોડાસા ખાતે આવેલ શ્રી કમલમ કાર્યાલયમાં શોભાના બેન બારૈયા પ્રચારના શ્રી ગણેશ કરવા પહોચતા ભીખાજી ઠાકોરના સમર્થકોને જાણ થતાં મોટી સંખ્યામાં શ્રી કમલમ કાર્યાલય બહાર પહોચી હલ્લાબોલ કરતા ભારે હોબાળો મચતા શોભનાબેન બારૈયા તેમની ટીમ સાથે પાછળના દરવાજે થી રવાના થઈ ગયા હતા.
ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે ફરીથી જાહેર કરવામાં આવેની માંગ સાથે સતત પાંચમા દિવસે તેમના સમર્થકો માંગ કરી રહ્યા છે ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા મોડાસામાં આવેલ શ્રી કમલમ કાર્યાલય ખાતે ભાજપના વિવિધ સંગઠનો સાથે બેઠક યોજવા અને પ્રચારના શ્રી ગણેશ કરવા પહોચતા ભિખાજી ઠાકોરના સમર્થકોને જાણ થતાં 100 થી વધુ ભાજપના કાર્યકરોએ કમલમના ગેટ પર પહોંચી શોભાના બારૈયાનો સખ્ત વિરોધ કર્યો હતો પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને કાર્યકરોને સમજાવવા પ્રયત્ન હાથધર્યા હતા જોકે કાર્યકરો ટસના મસના થતાં ગેટ આગળ બેસી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કરતા શોભનાબેન બારૈયા સમર્થકોથી ડરીને કમલમના પાછલા દરવાજેથી ભાગી ગયા હતા ભાજપના નારાજ સમર્થકોએ કમલમના ગેટ આગળ પાર્ટીની ટોપી અને ખેસ ફેંકી દીધા હતા.