39 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : મોડાસાની પાવનસીટી ફ્લેટમાં મહિલા કેન્સર નિદાન કેમ્પમાં 102 મહિલાઓની નિષ્ણાંત તબીબ દ્વારા તપાસ


સમગ્ર દેશમાં સર્વાઈકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરના મહિલા દર્દીઓમાં નોંધપાત્ર વધારો છે દેશમાં સર્વાઇકલ કેન્સર અને સ્તન કેન્સર અંગે અજ્ઞાનતાના પગલે મહિલાઓ કેન્સર જેવી ગંભીર બિમારીમાં લાસ્ટ સ્ટેજ સુધી પહોચી ગયા પછી નિદાન થતું હોવાથી અસરગ્રસ્ત મહિલાને જીવ ગુમાવવો પડતો હોય છે ત્યારે મોડાસા શહેરમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા પાવનસિટી ફ્લેટમાં સર્વાઈકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ સેમિનાર અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 102 મહિલાઓનું કેમ્પમાં હાજર ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ અમદાવાદના નિષ્ણાત તબીબોએ તપાસ કરી હતી મોડાસા શહેરની પાવનસિટી ફ્લેટમાં રવિવારે સવારે ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા દ્વાર મહિલા કેન્સર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ સુમન પટેલ, મંત્રી મૌલિક પટેલ,ઉપપ્રમુખ ગૌરાંગભાઈ સોની,ખજાનચી જયેશભાઈ શાહ, મહિલા સંયોજીકા મિતલબેન સોની, તેમજ મહિલા મફત નિદાન કેન્સર કેમ્પ માટે પ્રેરકબળ પુરૂ પાડવા મોહનભાઈ, વસંતભાઈ, ડો.એન.જી.બીહોલા,વિનુભાઈ પટેલ સહિત કારોબારી સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં 102 મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં બ્રસ્ટ ચેકિંગ 102 મહિલાઓનું કરી તેમાંથી 14 મહિલાનો મેમોગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો હતો 92 મહિલાઓનો સર્વાઈકલ ટેસ્ટ કર્યો હતો 3 મહિલાઓનો જીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતા કેમ્પમાં ઉપસ્થિત મહિલાઓને સર્વાઇકલ કેન્સર અને સ્તન કેન્સર અંગે જાગૃત કરવામાં આવ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!