30 C
Ahmedabad
Sunday, May 5, 2024

સાબરકાંઠા : લોકસભા કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીની ધનસુરામાં કોંગ્રેસી કાર્યકરો સાથે બેઠક,ચૂંટણી પ્રચારનો ધમધમાટ


સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપમાં ઉમેદવારને લઈને શરૂ થયેલ વિવાદને ઠારવા તનતોડ પ્રયત્નો કરી રહી હોવા છતાં ઉમેદવારને લઈને વિવાદ ઉગ્ર બની રહ્યો છે ભાજપના કેટલાક સનિષ્ઠ કાર્યકરોએ પક્ષ સામે રીતસર બગાવત કરી રહ્યા હોવાથી કોંગ્રેસ ઘેલમાં આવી ગઈ છે કોંગ્રેસ દ્વારા સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં પૂરજોશમાં પ્રચાર શરુ કરી દીધો છે સાબરકાંઠા કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર તુષાર ચૌધરીએ ધનસુરામાં કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરાતો સાથે બેઠક યોજી કૉંગ્રેસનો ભવ્ય વિજય નિશ્ચિત હોવાનો હુંકાર કરી કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરોને કોંગ્રેસને જીત અપાવવા હાંક્લ કરી હતી

Advertisement

સાબરકાંઠા-અરવલ્લી બેઠક પર કોંગ્રેસ નું પ્રભુત્વ વધતું જોવા મળી રહ્યું છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રચાર થી લઇ કાર્યકરો સાથે ની બેઠકો પૂર જોશમાં થઇ રહી છે જેમાં અરવલ્લી જિલ્લામાં ધનસુરા ખાતે તાલુકા કોંગ્રેસના કાર્યકરો સાથે ખાનગી હોટલ ખાતે મિટિંગ યોજાઈ હતી જેમાં કોંગ્રેસ ના ઉમેદવાર તુષાર ચૌધરી એ જણાવ્યું હતું કે હાલ ભાજપના વિરોધના વંટોળ વચ્ચે સાબરકાંઠા લોકસભા પર કોંગ્રેસ નો 100% વિજય નિશ્ચિત છે અને સાબરકાંઠા કોંગ્રેસનો કેમ વિજય એના કારણો જણાવતા કહ્યું હતું કે સામે પક્ષે ઉમેદવાર બદલવા પડ્યા અને બદલાયેલ ઉમેદવાર નો પણ જોરદાર વિરોધ થવા લાગ્યો આટલા વર્ષો બાદ આ વર્ષે ભાજપ માં વિરોધ નો માહોલ જોવા મળ્યો અને ભાજપના અંદર નો વિખવાદ ખુલી ને બહાર આવ્યો છે હાલ ભાજપ દ્વારા કોંગ્રેસ યુક્ત ભાજપ કર્યું એના કારણે કાર્યકરો નો આક્રોશ બહાર આવતો ગયો તે તે કારણો જણાવ્યા હતા અને કહ્યું હતું કે આ વખતે સાબરકાંઠા બેઠક કોંગ્રેસ ના હાથમાં આવશે તેમ જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!