હિતેશ પટેલ નામના શિક્ષકના ક્રૂરતા ભર્યા કૃત્યથી શાળામાં અભ્યાસ કરતા બાળકો ભયભીત
બે દિવસ ગેરહાજર રહેલી વિદ્યાર્થીની પર લોખંડની પાઇપ લઇ શિક્ષક તુટી પડ્યો
અરવલ્લી જીલ્લામાં પ્રાથમિક શાળાઓ અનેક વાર શિક્ષકોની હરકતોથી બદનામ થઈ ચૂકી છે શિક્ષણ ક્ષેત્રે હરણફાળ અને ડિજિટલ શિક્ષણની વાતો વચ્ચે ભૂલકાંને ભણાવવાના નામે ઢોર માર મારવામાં આવતો હોવાની અનેક ઘટનાઓ બની રહી છે શાળામાં અભ્યાસ કરતા માસૂમ ફૂલ જેવા બાળકને ઢોર માર મારવામાં આવે તે સર્વથા અયોગ્ય છે. આજે શિક્ષણની પક્રિયા ને પદ્ધતિ ઘણી આગળ વધી છે ત્યારે સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ધમધમ જેવી પુરાણી યુક્તિનો ઉપયોગ સાવ અયોગ્ય ને માનવતા વિરોધી છે શિક્ષા (શિક્ષણ)માં શિક્ષા (સજા)ની વાત ને એમાંયે સાવ નાનાં બાળકો સાથે તે ભયાનક ને સંવેદનાવિહીન ઘટના છે. બાળક માટે શિક્ષક કે શિક્ષિકાનું સ્થાન માતૃસ્વરૂપા છે.
અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાની બોરટીંબા પ્રાથમિક શાળાના એક શિક્ષકના માથે જાણે ભૂત સવાર થયું હોય તેમ માનસિક સંતુલન ગુમાવી બે દિવસ ગેરહાજર રહેલી વિદ્યાર્થિનીને લોખંડની પાઇપ વડે ઢોર માર મારવામાં આવતા વિદ્યાર્થીના શરીરે લોહી જામી જતા કાળા ચામઠાં પડી ગયા હતા વિદ્યાર્થીને ચાલવામાં અને બેસવામાં તકલીફ થતાં તેના માતા પિતાને સમગ્ર ઘટના અંગે જાણ કરતા ચોંકી ઉઠ્યા હતા અને શાળામાં પહોંચી વિદ્યાર્થિનીને ઢોર માર મારનાર શિક્ષક સામે જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી ગ્રામજનો શાળામાં પહોચતા શિક્ષક શાળામાંથી ગાયબ થઈ ગયો હતો ગામના કેટલાક લોકોએ શિક્ષકના તાલિબાની કૃત્યને છુપાવવા વિદ્યાર્થિનીના પરિવારજનોને સમજાવવા પ્રયત્નો હાથધરતા લોકોમાં વધુ આક્રોશ ફેલાયો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, બાયડ તાલુકાની બોરટીંબા પ્રાથમિક શાળાના હિતેશ પટેલ નામના શિક્ષકે ધો.3માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની બે દિવસ ગેરહાજર રહ્યા બાદ શાળાએ અભ્યાસ અર્થે પહોચતાં કેમ શાળાએ નથી આવતી કહી લોખંડની પાઇપ વડે માર મારતા વિદ્યાર્થિની જોરજોરથી રડતા રડતા શિક્ષકને ન મારવા હાથ જોડવા છતાં જાણે શિક્ષકના માથે કાળ સવાર થયો હોય તેમ વધુ માર મારતા વિદ્યાર્થીની એ ઘરે પરિવારજનોને વાત કરતાં પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને મંગળવારે શાળામાં પહોચી હોબાળો મચાવ્યો હતો અને શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવેની માંગ સાથે જીલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજુઆત કરવા તજવીજ હાથધરી હતી