સાબરકાંઠા ભાજપ પ્રમુખે પાર્ટીને નુકશાન થાયા તેવા વીડિયો અને મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ નહીં કરવા કાર્યકર્તાઓને વિનંતી કરી હતી
સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ માટે ઉકળતો ચરૂ બની રહી છે ભાજપે સૌપ્રથમ ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરને જાહેર કર્યા બાદ અટકને લઈને ઊભા થયેલ વિવાદ પછી તેમના સ્થાને પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અને ભાજપમાં પક્ષ પલટો કરનારના પત્ની શોભાના બેન બારૈયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે ભાજપના કેટલાક અગ્રણીઓ એક બાજુ આયાતી ઉમેદવાર બદલવાની માંગ કરી રહ્યા છે બીજીબાજુ અરવલ્લીમાં ભીખાજી ઠાકોરને ફરીથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેની માંગ પ્રબળ બની છે ત્યારે વધુ એક વાર હિંમતનગર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓ પહોંચી હોબાળો મચાવ્યો હતો
સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપમાં ચાલતા આંતરવિગ્રહ વચ્ચે ઉમેદવાર શોભનાબેન બારૈયાને જંગી બહુમતીથી વિજય બનાવવા ભાજપ દ્વારા ચૂંટણી રણનીતિ માટે તૈયારીઓ હાથધરાઈ છે જે અંતર્ગત હિંમતનગર તાલુકા સંગઠનની બેઠક હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી ત્યારે પત્રકાર મિટિંગનો વીડિયો ઉતારી રહ્યા હતા ત્યારે ધારાસભ્ય વી.ડી.ઝાલા પ્રમાણ ભાન ભૂલી પત્રકાર સાથે તોછડાઈ ભર્યું વર્તન કરતા ભાજપના પાયાના અગ્રણી કાર્યકર અને પૂર્વ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ સાથે ચકમક થતાં ભાજપના સનિષ્ઠ કાર્યકરો સામસામી ઉઠ્યા હતા અને સોશ્યલ મીડિયામાં સાબરકાંઠા અને અરવલ્લી ભાજપ પાર્ટી જાહેર આમંત્રણ સાથેની પત્રિકા વાઈરલ કરી હતી. જેમાં અપમાન બદલ હિંમતનગરના ધારાસભ્યના વિરોધમાં આવેદનપત્ર આપી માફી માગે નહિ તો રાજીનામું આપે તેવી માગ સાથે હિંમતનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એકઠા થવાની જાણ કરી હતી જે અનુસંધાને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને ભાજપ પ્રમુખને આવેદન પત્ર આપી ધારાસભ્ય વી.ડી.ઝાલા માફી માંગેની ઉગ્ર રજૂઆત કરી હતી
અરવલ્લી જીલ્લામાંથી ભીખાજી ઠાકોરના સમર્થકો મોટી સંખ્યામાં વાહનો ભરી ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય પહોચ્યા હતા અને ભાજપની ટોપી અને કેસરિયો ખેસ ધારણ કરી આયાતી ઉમેદવાર શોભાનાબેન બારૈયાની ઉમેદવારી રદ કરવામાં આવેની માંગ સાથે શોભાના તેરી ખેર નહીંના સુત્રોચાર કરી સાબરકાંઠા બેઠક પર એક જ ચાલે ભીખાજી ઠાકોર ચાલેના સુત્રોચાર કર્યા હતા ભાજપનું મોવળી મંડળ કાર્યકર્તાઓ નો રોષ કઈ રીતે ઠારવો તેની વિમાસણમાં મુકાયું છે