34 C
Ahmedabad
Friday, May 3, 2024

અરવલ્લીઃ બાયડ આમોદરા રોડ પર આઇશર ટ્રકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર બેંક કર્મીનું ઘટનાસ્થળે મોત


અરવલ્લી જીલ્લામાં ભારવાહક વાહનચાલકો ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરી બેફામ ગતિએ વાહન હંકારી ગમખ્વાર અકસ્માત સર્જી નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓને મોતને ઘાટ ઉતારી રહ્યા છે બાયડ તાલુકાની ડેમાઈ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં પટાવાળા તરીકે ફરજ બજાવતા બાઈક સવાર કર્મચારીનું સોમવારના રોજ સાંજે ઘર તરફ જતા આમોદરા રોડ ઉપર બોરલ-દેસાઈપુરા વચ્ચે આઇસર ટ્રકની ટક્કરે મોત નીપજ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે

Advertisement

વધુ પ્રાપ્ત વિગતો મુજબ ડેમાઈની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં વર્ષ ૨૦૧૮ થી પટાવાળા તરીકે ફરજ બજાવતા ભરતભાઈ વજાભાઈ પરમાર રહે. ધનેલા તા. બાલાસિનોર જી. મહીસાગર વતનથી રોજ બાઇક પર અપડાઉન કરતા હતા.નિત્યક્રમ મુજબ સોમવારના રોજ નોકરી પૂરી કરીને સાંજના સમયે તેઓ પોતાના બાઈક નં. જીજે ૩૫ એલ ૧૫૭૮. પર ઘરે જવા નીકળ્યા હતા ત્યારે બોરલથી દેસાઈપુરા વચ્ચે માતેલા સાંઢની જેમ પૂરપાટ ઝડપે આવતા આઇસર ટ્રક નં. જીજે ૦૭.વાય ઝેડ. ૬૩૧૯. એ બાઈકને હડફેટે લેતાં બાઈકસવાર ભરતભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નીપજી જવા પામ્યું હતું. જ્યારે આઇશર ચાલક આઈશર ટ્રક સ્થળ મુકીને ફરાર થઈ ગયો હતો.
બાયડ પોલીસ મથકે મરનારના કાકા ડાહ્યાભાઈ અમરાભાઇ પરમાર રહે. ધનેલા તા. બાલાસિનોર જી. મહીસાગર ફરિયાદ નોંધાવતાં બાયડ પોલીસે આઇસર ચાલક સામે અકસ્માત કરી મોત નીપજાવ્યાનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાયડ સામુહિક આરોગ્ય કેન્દ્ર પર મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!