ભાજપનો ભરતી મેળો યથાવત કોંગ્રેસના લીંભોઈ જીલ્લા પંચયાત સીટ ના 30 કોંગ્રેસી કાર્યકરો પંજો છોડી કમળની સુગંધ લેવા પહોંચ્યા
લોકસભા ઉમેદવાર શોભાના બારૈયાના હસ્તે કેસરિયો કર્યો
કોંગ્રેસના પીઢ અગ્રણી નિકુંજ રાઠોડનું ભાજપમાં લાવવાનું ઓપરેશન ભાનુભાઈ રાઠોડે પાર પાડ્યું, કોંગ્રેસમાં હડકંપ
લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ ભાજપનો ભરતી મેળો શરૂ થયો છે.ભાજપના ભરતી મેળાથી ભાજપના સનિષ્ઠ કાર્યકરોમાં ભારે છુપો રોષ પ્રવર્તી રહ્યો હોવા છતાં મોવડીમંડળે ભાજપનો ભરતી મેળો યથાવત રાખ્યો છે વર્ષોથી નરેન્દ્ર મોદી અને ભાજપને બેફામ ભાંડનારને ભાજપમાં હોંશેહોંશે આવકારવામાં આવી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લાના પીઢ કોંગ્રેસી યુવા અગ્રણી નિકુંજ રાઠોડ અને તેમના 30 કાર્યકરોએ કેસરી ટોપી પહેરી પંજાનો સાથ છોડી દેતા જીલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે લોકસભાના ઉમેદવાર શોભાના બારૈયાના લીંભોઈ સીટ ના પ્રચાર અર્થે ગલસુંદ્રા પહોંચી પ્રચાર સાથે કોંગ્રેસમાં ગાબડું પાડતા કોંગ્રેસ ઉંઘતી ઝડપાઈ છે
કોંગ્રેસના અનુસુચિત જાતિ સમાજના અને કોંગ્રેસના લડવૈયા તરીકે જાણીતા યુવા અગ્રણી નિકુંજ લેબાભાઈ રાઠોડે કોંગ્રેસનો પંજો છોડી કેસરિયો ધારણ કરતાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વિકાસનો રાગ આલાપ્યો હતો ભાજપની નીતિઓનો વિરોધ કરવામાં કોંગ્રેસમાં આત્મવિશ્વાસનો અભાવ હોવાથી છેલ્લા કેટલાક સમયથી વ્યથિત હોવાથી અને ગામના વડીલોના આગ્રહથી ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું તેમની સાથે 30 કોંગ્રેસી કાર્યકરોએ કેસરી ટોપી પહેરી લીધી હતી કોંગ્રેસના પાયાના કાર્યકર્તા નિકુંજ રાઠોડે કોંગ્રેસને રાતોરાત અલવિદા કરી કેસરી ખેસ પહેરી લેતા કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરોમાં સોંપો પડી ગયો હતો