asd
14 C
Ahmedabad
Monday, December 9, 2024

‘રૂપાલા વિવાદ’ મોંઘો પડ્યો..!! અરવલ્લી જીલ્લાના સરડોઈ ગામમાં ક્ષત્રિયોનો આક્રોશ જોઈ ઉમેદવાર પ્રચારનો રૂટ બદલવા મજબૂર બન્યા


સરડોઈ ગામમાં રાજપુત અગ્રણી જયદત્તસિંહ પુવારે કહ્યું ક્ષત્રિય સમાજની એક જ માંગ છે રૂપાલાની ટીકીટ કપાવી જોઈએ

Advertisement

સરડોઈમાં ભાજપના ઉમેદવાર શોભાના બેન બારૈયા પ્રચાર કરવા આવી રહ્યાની જાણ ક્ષત્રિય સમાજને થતાં ગામમાં એકઠાં થઈ નારે બાજી કરતા રસ્તા માંથી પરત ફર્યા

Advertisement

મોડાસા રૂરલ પોલીસની ટીમ સરડોઈ પહોંચી ક્ષત્રિયોને સમજાવવાનો પ્રયાસ નિષ્ફળ,ભાજપના અગ્રણીઓ વિલા મોઢે પરત ફર્યા

Advertisement

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાની ક્ષત્રિયો અંગે ટિપ્પણીનો વિવાદ સમગ્ર રાજ્યમાં ધીરેધીરે દાવાનળની જેમ ફેલાઇ રહ્યો છે અરવલ્લી જીલ્લાના ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શોભાના બેન બારૈયા ભાજપના અગ્રણીઓ સાથે મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર હાથધર્યો છે શોભાના બેન બારૈયા અને ભાજપ માટે ક્ષત્રિય બહુમતી ધરાવતા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર કરવો લોઢાના ચણા સમાન સાબિત થઈ શકે છે

Advertisement

મોડાસા તાલુકાના સરડોઈ ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા ગામના પ્રવેશદ્વાર પર “ભાજપના નેતાઓ-કાર્યકરોને પ્રવેશબંધી’ના બેનરો લગાવી દીધા છે શોભાના બેન બારૈયા તેમની ટીમ સાથે સરડોઈ ગામમાં પ્રચાર અર્થે આવી રહ્યા હોવાની જાણ ક્ષત્રીય સમાજને થતાં ગામમાં એકઠા થઈ ગયા હતા ભાજપ ઉમેદવાર પહોંચે તે પહેલા રૂપાલા હાય.. હાય..ના નારા લગાવતા લાલપુર ગામમાં પ્રચાર કરી શોભાના બેન બારૈયા અને ભાજપના અગ્રણીઓ રૂટ બદલવા મજબૂર બન્યા હતા કેટલાક ભાજપના અગ્રણીઓ કારના કાફલા સાથે સરડોઈ થી વિલા મોઢે પરત ફર્યા હતા મોડાસા રૂરલ પોલીસ કાફલો સરડોઈ ગામમાં પહોંચી રાજપુત સમાજના અગ્રણીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં ટસના મસ થયા ન હતા ભર બપોરે સરડોઈ ગામમાં રાજપુત સમાજના વડીલો અને યુવાનો એકઠાં થઈ રૂપાલાની ટીકીટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી ગામમાં ભાજપને પ્રવેશ કરવા દેવામાં નહીં અવેની ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી

Advertisement

INBOX
સરડોઈ ગામના રાજપુત સમાજના અગ્રણી જયદત્તસિંહ પુવારના જણાવ્યા અનુસાર

Advertisement

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે રાજકીય વિકાસની વાતો કરવાના બદલે સાંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન-દીકરીઓ અંગે કરેલ ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો હતો ક્ષત્રિય સમાજ રૂપાલાની ટીકીટ કપાવવી જોઇએની માંગ કરી રહ્યો છે ત્યારે જે પણ પક્ષે ટીકીટ આપી છે એ પણ નમતું જોખવા તૈયાર નથી ત્યારે ક્ષત્રિય સમાજના અગ્રણી તરીકે જે પક્ષે ટીકીટ આપી છે તેને વિનંતી કરવા માંગું છું કે જ્યાં સુધી રૂપાલાની ટીકીટ નહીં કપાય ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે આ વિરોધનો વાવાઝોડુ કયા જઈ અટકશે એ ભગવાન રામ જ જાણે હાલ પ્રચારનો માહોલ છે રાજકીય વાતાવરણ રાજકીય જ રહેવું જોઈએ એમાં કોઇ પણ જાતના વિઘ્ન વિરોધ ન થવા જોઇએ પરંતુ આ ક્ષત્રિય સમાજે પોતાના રજવાડાઓ દેશની અખંડિતા માટે ન્યોછાવર કરેલ એ સમાજની અનસુની થઈ રહી છે ત્યારે સરડોઈ ગામના ક્ષત્રિયો અને ગામલોકોએ સાથે મળી વિરોધ યથાવત રહેશે લોકસભા ઉમેદવાર ઉમેદવાર અને ભાજપના અગ્રણીઓ સરડોઈ ગામમાં પ્રચાર માટે ન આવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!