30 C
Ahmedabad
Wednesday, May 8, 2024

અરવલ્લી : શ્રી નવ જાગીરદાર જાડેજા રાજપુત સમાજ સંગઠન રૂપાલાના વિરોધમાં ઉતર્યું,દધાલિયામાં ભાજપ પ્રવેશબંધી બેનર લાગ્યા


શ્રી નવ જાગીદાર જાડેજા રાજપૂત સમાજના યુવાનો આકરા પાણીએ કહ્યું, સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના 100થી વધુ ગામડાઓમાં ભાજપને પ્રચાર અર્થે પ્રવેશવા નહીં દેવામાં આવેની રણનીતિ તૈયાર

Advertisement

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમદેવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે જે બફાટ કર્યો તેને લઈને વિવાદ વકર્યો છે ક્ષત્રિય સમાજનો ગુસ્સો સાતમા આસમાને છે ક્ષત્રિય સમાજની અસ્મિતાને ઠેસ પહોંચવાને લઈને ક્ષત્રાણિયો જૌહર કરવા સુધી વાત પહોંચી ગઈ છે અરવલ્લી જીલ્લાના ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગને લઈને ઠેર ઠેર તાલુકા મથકે આવેદન પત્ર આપ્યા બાદ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવાનો વિવાદ ગામડાઓ સુધી પંહોચી ગયો છે મોડાસા તાલુકાના દધાલિયા ગામમાં રાજપુત સમાજ દ્વારા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ગામમાં પ્રવેશવું નહીંના બેનર લગાવી દઈ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ કરી હતી.

Advertisement

અરવલ્લી જીલ્લાના શ્રી નવ જાગીરદાર જાડેજા રાજપુત સમાજ સંગઠનના પદાધિકારીઓ, અગ્રણીઓ અને યુવાઓ મોડાસા શહેરમાં એકઠા થઈ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ મહારાજાઓ અંગ્રેજો સામે નમ્યા અને રોટી બેટીના વહેવાર કર્યાની ક્ષત્રિયાણીઓ વિરુદ્ધમાં ચારિત્ર્ય ઉપર અભદ્ર ટીપ્પણીનો ઉગ્ર વિરોધ કરી ટીકીટ રદ કરવામાં આવેની માંગ કરી હતી પુરોષત્તમ રૂપાલાના ફોટો પર ચોકડી મારેલ બેનર પ્રદર્શિત કર્યા હતા સંગઠનના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ભાજપ રૂપાલાની ટીકીટ રદ નહીં કરે તો સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના ક્ષત્રિય સમાજના 100થી વધુ ગામના વડીલો અને યુવાનો સાથે બેઠક યોજી તમામ ગામોમાં ભાજપના ઉમેદવાર કે કાર્યકર્તાને પ્રચાર કરવા દેવામાં નહીં આવે તેમજ ભાજપનું બેનર પણ નહીં લગાવવા દેવામાં અવેની ચીમકી ઉચ્ચારી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!