30 C
Ahmedabad
Wednesday, May 8, 2024

પંચમહાલ-શહેરાના કોઠા ગામ પાસે પાનમ સિંચાઈ કેનાલમાં કોઠંબાના ત્રણ મુસ્લિમ યુવકો ડૂબી જતા ઈદનો તહેવાર માતમમાં ફેરવાયો


શહેરા,

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકાના કોઠા ગામ પાસે આવેલા પાનમડેમ ખાતે ઈદના દિવસે ફરવા ગયેલા મહિસાગર જીલ્લાના કોઠંબા ગામના ત્રણ મૂસ્લિમ યુવાનો સિંચાઈ કેનાલમા ડૂબી જતા ઈદનો પર્વ માતમમા ફેરવાઈ ગયો હતો.મોતને ભેટેલા યૂવાનોમાં બે સગા ભાઈ હતા.સ્થાનિક તરવૈયા અને લોકોની મદદથી ત્રણેય યુવાનોના મૃતદેહ શોધી કાઢીને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવામા આવ્યા હતા.આશાસ્પદ યૂવાનોના મોત થતા પરિવારજનો અને કોઠંબા ગામમા શોકનો માહોલ છવાયો છે.

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના કોઠા ગામ પાસે જીવાદોરી ગણાતો પાનમ ડેમ આવેલો છે.આ વિસ્તાર નાનકડો ટૂરિસ્ટ ડેસ્ટીનેશન ગણવામા આવે છે.રજાઓના દિવસમા આસપાસના જિલ્લાના પર્યટકો મૂલાકાત લેતા હોય છે. મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામ ખાતે રહેતા ત્રણ યુવાનો બુરહાન શઈદ શેખ,ફરહાદ રફીક પટેલ,નિહાલ રફીક ભાઇ પટેલ પાનમડેમ ફરવા ગયા હતા. પાનમડેમની સિંચાઈ કેનાલ પાસે નાસ્તો કરતી વખતે એક યુવાન કેનાલમાં પાણી લેવા ઉતર્યો હતો.તે સમય પગ લપસી જતા અન્ય બે યુવાનો પણ તેને બચાવા પડ્યા હતા.પાણીના વહેણમા તેઓ ડુબી ગયા હતા.બનાવની જાણ તંત્રને થતા ઘટના સ્થળ ખાતે પહોંચી જઈને પાનમ જળાશય માંથી સિંચાઈ કેનાલમાં છોડવામાં આવેલ પાણી તાત્કાલિક બંધ કરાવીને યુવાનોની શોધખોળ આદરી હતી.સ્થાનિક ગ્રામજનો પણ યુવાનોની શોધખોળમાં જોતરાયા હતા. પાણી ભરેલી કેનાલમાં શોધખોળ કરતા યુવાનોના મૃતદેહને શોધી કાઢવામા આવ્યા હતા.મૃત્યૂ પામેલાઓમા બે સગાભાઇઓ હતા.પોલીસ દ્વારા સ્થળ ઉપર ની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને ત્રણ યુવાનોની લાશને પીએમ માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.યુવાનોના મોતને લઇને કોઠંબા ગામ ખાતે રહેતા મુસ્લિમ સમાજમાં રમજાન ઈદ નો તહેવાર માતમમાં છવાયો હતો.પરિવારજનોમા શોકનો માહોલ છવાયો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!