અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસતંત્ર વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી સતત નાસતા- ફરતા આરોપીને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી રહી છે શામળાજી પોલીસે આશ્રમ બ્રિજ નીચે પ્રાઇવેટ વાહનની રાહ જોઈ ઉભેલ હોવાની બાતમી ના આધારે છેલ્લા સાત વર્ષથી મારામારીના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડી કાયદેશની કાર્યવાહી હાથધરી હતી.
શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમ શામળાજી આશ્રમ વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા શામળાજી પોલીસ સ્ટેશનમાં છેલ્લા સાત વર્ષથી મારામારીના ગુન્હામાં ફરાર આરોપી ભાગુભાઈ ઉદયરામ ગુજર રહે.સગરેવ,તા.રાયપુર જી.ભીલવાળા અમદાવાદથી પોતાના વતન જવા માટે શામળાજી આશ્રમ બ્રિજ નીચે પ્રાઇવેટ વાહનની રાહ જોઈ ઉભેલ હોવાની બાતમી મળતા પોલીસે કોર્ડન કરી આરોપીને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.