શામળાજી પોલીસ જીવના જોખમે ફિલ્મી સ્ટાઇલ દારૂ ભરેલ વાહનોનો પીછો કરી ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ
શામળાજી પોલીસે ધડાધડ 5 કારમાંથી લાખ્ખો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો
લોકસભાની ચૂંટણીમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય થઈ ગયા છે અને દારૂનો સ્ટોક કરવા મરણિયા બન્યા છે અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્રે બુટલેગરો પર ધોસ વધારતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે શામળાજી પોલીસે બુટલેગરોમાં સિલ્કરૂટ તરીકે જાણીતા અમદાવાદ-ઉદેપુર ને.હા.નં.-8 પર રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથધરવાની સાથે આંતરરાજ્ય સરહદના માર્ગો પર પેટ્રોલીંગ હાથધરી બુટલેગરોની ખેપને નિષ્ફળ બનાવી રહી છે 24 કલાકમાં 5 કારમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે ચાર ખેપિયાને દબોચી લીધા હતા
શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે બાતમીદારો સક્રિય કરી રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથધરી સેવરોલેટ ક્રૂઝ કારમાંથી 124 બોટલ, ઇકો કારમાંથી 36 બોટલ, વેગનઆર કારનો ફિલ્મીઢબે પીછો કરી 218 બોટલ, બલેનો કારના આગળના બોનેટની અંદર ગુપ્તખાના માંથી 69 બોટલ અને આઈ-20 કારમાંથી 95 બોટલ મળી કુલ નંગ-542 કિં.રૂ.5.48 લખાનો વિદેશી દારૂ જપ્ત કરી વિદેશી દારૂ,મોબાઈલ અને કાર મળી કુલ.રૂ.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ચાર બુટલેગર ખેપિયાને દબોચી લઇ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
INBOX :- વિદેશી દારૂની ખેપ મારતા બુટલેગર કોણ કોણ વાંચો….!!
1)રોડીયા માનીયા મીણા (રહે.રાજસ્થાન)
2)અર્જુનસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ (રહે,લીખી,હિંમતનગર-સાબરકાંઠા),
3)માંગીલાલ લક્ષ્મીલાલ સુથાર (રહે,રાજસ્થાન)
4)ધર્મવીર સ્વામી (રહે,હરીયાણા)