37 C
Ahmedabad
Saturday, May 4, 2024

અરવલ્લી જીલ્લો ભીમ મય બન્યો : બાબા સાહેબની 133મી જન્મ જ્યંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી, ઠેર ઠેર ભીમ સંધ્યા યોજાઈ


ભારતના બંધારણના ઘડવૈયા અને મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકરની 133 મી જન્મ જ્યંતિની ઉજવણી અરવલ્લી જીલ્લાના મોડાસા શહેર સહીત અનેક વિસ્તારોમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. અનુસૂચિ જાતિ સમાજના અબાલ, વૃદ્ધ, યુવા સૌ ભીમ મય બન્યા હતા. જીલ્લામાં ઠેર ઠેર ડો.બાબા સાહેબ આંબેડકરની રેલીઓ,સભાઓ,ફિલ્મ પ્રદર્શન અને રાત્રી કાર્યક્રમોનું આયોજન વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા યોજાયા હતા.

Advertisement

જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ડો.આંબેડકર સેના અરવલ્લી, જય ભીમ ફાઉન્ડેશન અને અનુસૂચિત સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જીલ્લાના પ્રજાજનો ઉમટી પડ્યા હતા. અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ભીમ સૈનિકો અને અનુસૂચિત જાતિ સમાજના યુવાનો અને અગ્રણીઓ એ ડો.બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજ્યંતિ નિમિત્તે ભવ્યરથયાત્રા અને રેલીનું નું આયોજનકરવામાં આવતા રથયાત્રા અને રેલીમાં યુવાનો,મહિલાઓ અને ભૂલકાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.ભીમયાત્રામાં ડી.જે. ના તાલે ડો.બાબા સાહેબ આંબેડકર ન જીવનચરિત્ર પર બનેલા ગીત-સંગીતના તાલે જુમી ઉઠ્યા હતા મોડાસા શહેરના માર્ગો જય ભીમના નાદથી ગુંજી ઉઠ્યા હતા.મોડાસા શહેરના બસપોર્ટ સર્કલ સ્થાપિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેમજ અન્ય રાજકીય અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી

Advertisement

મોડાસા શહેરના સર્વોદય નગર સ્પોર્ટ્સ સંકુલમાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ, નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ, કોર્પોરેટરો અને ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ અને કોંગ્રેસી અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પી હતી મોડાસા શહેરના પ્રણામી મંદિર પરિસરમાં ભીમ ડાયરો યોજાયો હતો

Advertisement

અરવલ્લી જીલ્લાના ભિલોડા,મઉ,શામળાજી,ટીંટોઈ,કુડોલ, સરડોઇ,ગઢા,દધાલીયા,વણઝર માલપુર,મેઘરજ, બાયડ, સાઠંબા, ધનસુરા, ઉભારણ, અણીયોર-સાતરડા સહીત તાલુકા મથકોએ અને ગ્રામ્ય વિસ્તારોમાં 133મી ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજ્યંતિ ઉજવણી નીમીત્તે શોભયાત્રા,સાંસ્કૃતિક કાર્યક્રમો,રેલી સહીત ના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!