28 C
Ahmedabad
Thursday, May 2, 2024

અમદાવાદ : જ્હોન અબ્રાહમે સાયન્સ સિટીની મુલાકાત લીધી


મેરા ગુજરાત, અમદાવાદ

Advertisement

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી વિજ્ઞાન અને મનોરંજનનું લોકપ્રિય સ્થળ બની ગઈ છે. સાયન્સ સિટી 2.0 નવા આકર્ષણો સાથે ફરી શરૂ કરાઇ ત્યારથી મુલાકાતીઓનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો છે. વિશ્વની 181થી વધુ જળ પ્રજાતિઓને સમાવતી અત્યાધુનિક એકવેટિક ગેલેરી, અત્યાધુનિક રોબોટ સાથે ભવિષ્યની સફર કરાવતી રોબોટિક ગેલેરી , કુદરતની સમીપ લઈ જતો વિશાળ નેચર પાર્ક,લાઈફ સાઇન્સ પાર્ક, 3Dઆઈમેકસ થિયેયર, મનોરંજન થકી જ્ઞાન પીરસતા વિવિધ એક્ઝિબિટ્સ તથા સગવડ અને સુરક્ષાની ખાતરી સાથેની વિવિધ રાઈડસ જેવા આકર્ષણો નાના ભૂલકાઓથી લઈ તમામ ઉમરના લોકોને આકર્ષે છે.

Advertisement

Advertisement

સાયન્સ સિટીની જનસમુદાયને વિજ્ઞાન સાથે જોડવાની કટિબદ્ધતાથી અંતરિયાળ ગ્રામ્ય શાળાઓના બાળકો થી લઈ ને, વિવિધ શહેરો , જિલ્લાઓ અને દેશ વિદેશના નાગરિકો તથા અગ્રણી મહાનુભાવો પણ વિજ્ઞાનની આ નગરી- સાયન્સ સિટીની મુલાકાતે આવી ચૂક્યા છે. બૉલીવુડના એક્શન સ્ટાર ગણાતા જ્હોન અબ્રાહમે પણ ગુજરાત સાયન્સ સિટી ખાતે રોબોટિક ગેલેરીની મુલાકાત લીધી હતી.

Advertisement

Advertisement

ગુજરાત સાયન્સ સીટીની અત્યાધુનિક રોબોટિક ગેલેરીથી તેઓ પ્રભાવિત થયા હતા અને તેમણે વિજ્ઞાનના પ્રચાર પ્રસાર માટેની સાયન્સ સિટીની કટિબદ્ધતાને બિરદાવી હતી. રોબોટિક ગેલેરીના પ્રવેશદ્વારે ટ્રાન્સફોર્મર રોબોટ સાથે ફોટો ખેચાવવાની, સ્વાગતકક્ષના હ્યુમનાઇડરોબો સાથે વાર્તાલાપની તથા રોબોટ સાથે બેડમિન્ટન રમવાની પણ મજા માણી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!