33 C
Ahmedabad
Monday, May 6, 2024

પંચમહાલ – લોકસભા બેઠક માટે આખરે ચુટણી ચિત્ર સ્પષ્ટ, 8 ઉમેદવારો મેદાનમાં, પણ સીધો જંગ ભાજપ –કોંગ્રેસ વચ્ચે


ગોધરા

Advertisement

સાતમી મેના રોજ થનારી ગુજરાતમા લોકસભાની ચુટણીને લઈને ઉમેદવારી ફોર્મ ભરાવાની તેમજ ફોર્મ ભરવાની કામગીરી તેમજ ઉમેદવારી પરત ખેચવાની કામગીરી પુર્ણ થઈ ગઈ છે. બે ઉમેદવારોએ ફોર્મ ખેચતા આખરે આઠ ઉમેદવારો વચ્ચે સીધો જંગ પંચમહાલ લોકસભા બેઠક માટે ખેલાઈ શકે છે પણ સીધો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થશે તેમ કહેવામા બેમત નથી. આ લોકસભા ચુટણી માટે 10 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.

Advertisement

પંચમહાલ લોકસભા બેઠક માટે યોજાનારી ચુટણીને લઈ ચિત્ર હવે સ્પષ્ટ બન્યુ છે. જેમા મુખ્ય ભાજપ અને કોગ્રસ પક્ષ સહિત અન્ય પક્ષોના ઉમેદવારો મેદાનમાં છે. અન્ય પક્ષોની વાત કરવામા આવે તો ભારત ધનવાન પાર્ટી અને આમ જનમત પાર્ટી અને 4 અપક્ષ ઉમેદવારો સહિત કુલ આઠ ઉમેદવારો ચૂંટણી જંગમાં ફોર્મ ચકાસણીના દિવસે કુલ 10 ઉમેદવારો ના ફોર્મ થયા હતા. માન્ય થયેલા 10 ઉમેદવારો પૈકી આજે બીએસપી ના ઉમેદવાર અને એક અપક્ષ ઉમેદવાર એમ બે ફોર્મ પરત ખેંચાતા આઠ ઉમેદવારો વચ્ચે ચુટણીજંગ થશે. પંચમહાલ લોકસભાના એક દાયકાને જોતા ભાજપનો દબદબો આ બેઠક પર વધારે રહ્યો છે. ગત 2019ની લોકસભા બેઠક માટે ભાજપે રતનસિંહ રાઠોડને ઉતાર્યા હતા ,તેમણે પણ રેકોર્ડ બ્રેક મતદાનથી જીત મેળવી હતી, આ વખતે ભાજપે એક નવા ચહેરા રાજપાલ સિંહ જાદવને તક આપી છે. કોંગ્રેસે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને ઉતાર્યા છે. એક રીતે જોવામા આવે તો ભાજપ અને કોગ્રેસ વચ્ચે સીધી ટકકર આ બેઠક પર જામશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!