35 C
Ahmedabad
Saturday, May 4, 2024

અરવલ્લી : મોટી ઈસરોલ ગામે રેલ્વે બ્રોડગેજ કામગીરી ખેડૂતો માટે હાલાકી રૂપ,વીજકનેક્શન કાપી નાખતાં ખેડૂતોનો હોબાળો


 

Advertisement

 

Advertisement

મોડાસા ટીંટોઈ રેલવે બ્રોડગેજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે રેલવેમાં જતી સંપાદન કરેલ જમીનની બાજુની જમીનના ખેડૂતો માટે રેલ્વેની કામગીરી ખેતી કામમાં અડચણ રૂપ બની છે ખેતરોની જમીન લેવલથી ઉંચા લેવલે રેલ્વે લાઇન પસાર થતી હોવાથી ભવિષ્યમાં ચોમાસાનુ વરસાદી પાણીનો નિકાલ તેમજ ખેતરમાં જવા આવવા નો રસ્તો પણ બંધ થવાની સંભાવના પેદા થતા ખેડૂતો મુશ્કેલીમા મુકાયા છે.ત્યારે ઓછામાં પુરતુ મોટી ઇસરોલ ગામે છેલ્લા પંદર દિવસ થી યુજીવીસીએલ ટીટોઇએ ખેડૂતોની પરવા કર્યા વિના રેલવે ના કામકાજ માં અડચણ ના થાય તે માટે ખેડૂતો ના વીજકનેકશન કાપી નાખતા ખેડૂતોએ કરેલ ઉનાળુ પાક મા જુવાળ,મકાઇ,મગફળી ઘાસચારો સંપૂર્ણ સુકાઈ જતા કુદરતી આફતના માર સાથે માનવસર્જીત આફતને પગલે ખેડૂતોને બેવડો માર પડતાં ખેડૂતોની હાલત દયનીય બની છે

Advertisement

મોટી ઈસરોલ ગામના ખેડૂતો તેમની વીજ સમસ્યાને લઈને UGVCL કચેરી ટીંટોઈને સતત રજૂઆત કરવા છતાં આજદીન સુધી વીજ કનેક્શન આપવામાં આવ્યું નથી. વીજળી વિહોણા ભોગ બનનાર પટેલ અલ્પેશભાઇ નરસિંહ ભાઈ, ઉમેશભાઇ ભીખાભાઇ પટેલ, રામભાઇ શંભુભાઈ પટેલ,નરસિંહ ભાઇ હીરાભાઇ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ટીંટોઈ UGVCLને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ સમસ્યાનું નિરાકરણ આવતું નથી બીજીબાજુ ટીંટોઈ યુજીવીસીએલ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રેલવે વિભાગે યુજીવીસીએલને એસ્ટીમેન્ટનુ પેમેન્ટ ચુકવણી કરેલ નથી.જેથી હમણાં વીજ કનેક્શન ચાલુ નહી થાય પંદર જેટલા ખેડૂતોનો મહામુલો પાક બચાવવા ખેડૂતોએ રેલવેના કોન્ટ્રાક્ટરને જાણ કરીતો કોન્ટ્રાક્ટરે એસ્ટીમેન્ટ ભરી દીધું હોવાનો રાગ આલોપી રહ્યો છે રેલવે વિભાગ અને યુજીવીસીએલના ટપલી દાવથી વીજ લાઇટ વિહોણા ખેડૂતો લાચાર બન્યા છે.ના છુટકે ખેડૂતો એ એકતા બતાવી યુજીવીસીએલ ધ્વારા વીજ લાઇન ચાલુ નહીં કરવામાં આવે તો આવનાર લોકસભાની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!