અરવલ્લી જિલ્લામાં ચૂંટણી નો પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે ભાજપ અને કોંગ્રેસ પ્રચાર માટે દિવસ-રાત મતદારો સુધી પહોચવા દોડાદોડી કરી રહ્યા છે પુરૂષોત્તમ રૂપાલાનો વિવાદ ઘેરો બનતો જઈ રહ્યો છે ક્ષત્રિય સમાજ રૂપાલાની સાથે સાથે ભાજપ સામે પણ ભારે રોષ રોષ પ્રવર્તી રહ્યો છે ક્ષત્રિય સમાજ ધીરેધીરે ખુલ્લેઆમ કોંગ્રેસના સમર્થનમાં બહાર આવી રહી છે ભિલોડાના દહેગામડાના ક્ષત્રિયોએ કોંગ્રેસને ખુલ્લુ સમર્થન આપી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીની ભવ્ય સ્વાગત કરી વિજય બનાવવા આહવાન કર્યું હતું
અરવલ્લી જીલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ગામડાઓમાં પ્રચાર શરુ કર્યો છે જેમાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી ભિલોડા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે ભિલોડાના શામળાજી નજીક આવેલ ક્ષત્રિય બહુમતી ધરાવતા અને ભાજપને સમર્પિત ગણાતા દહેગામડા ગામમાં કોંગ્રેસને સમર્થન મળતું જોઈ કોંગ્રેસીઓ ગેલમાં આવી ગયા હતા કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર તુષાર ચૌધરીનું ક્ષત્રિય સમાજ દ્વારા ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરી રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા કોંગ્રસ ને સમર્થન આપ્યું હતું વધુમાં કોંગ્રેસના ઉમેદવારનો ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર પૂર જોશમાં છે મોટાકંથારીયા, દહેગામડા, રામેળા સહીત અનેક ગામે પ્રચાર કરી મત મેળવવા હાલક કરી હતી અને રૂપાલાના વિરોધ ને લઇ દહેગામડાના પચાસથી વધુ ક્ષત્રિય આગેવાનો સહીત યુવાનોનું કોંગ્રેસ ને સમર્થન આપ્યું હતું