અરવલ્લીમાં જીલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે, જીલ્લામાં મતદાન જાગૃત્તિ અર્થે દોડનું આયોજન
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અરવલ્લી જિલ્લામાં વધુ મતદાન થાય તે હેતુથી વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ કાર્યરત છે. આ બાબતે ચૂંટણીપંચ તરફથી નક્કી કરવામાં આવેલ કાર્યક્રમ મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અન્વયે અરવલ્લી જિલ્લામાં લોકોમાં મતદાન જાગૃત્તિ અંગે પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી અરવલ્લીમાં જિલ્લા કક્ષાએ ‘રન ફોર વોટ’નું રવિવારે સવારે મોડાસા શહેરમાં “Run For Vote” માં વધુમાં વધુ મતદાન માટે અનુરોધ કરવામાં આવશે.
લોકસભાની ચૂંટણીમાં મતદારો મતદાન કરી લોકશાહીના પર્વમાં વધુને વધુ મતદાન થાય તે અંતર્ગત જીલ્લા કક્ષાનો કાર્યક્રમ અરવલ્લી ખાતે સવારે ૬.૦૦ કલાકે નગરપાલિકા ટાઉનહોલ ચાર રસ્તાથી કુમકુમ પાર્ટી પ્લોટ સુધી યોજાશે. આશરે ૧.૫ કિ.મી.ની આ દોડમાં મોડાસા ટાઉનહોલ ચાર રસ્તા – ઉમિયા માતા મંદિર – કુમકુમ પાર્ટી પ્લોટ (મેઘરજ રોડ) રૂટ ઉપર યોજાશે . જિલ્લા કક્ષાના આ દોડમાં ભાગ લેનાર તમામ લોકોને ટી – શર્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી 7મેના રોજ મતદાન પ્રક્રિયામાં વધુમાં વધુ નાગરિકોને સહભાગી થવા તેમજ વધુમાં વધુ સંખ્યામાં મતદાન જાગૃત્તિ અર્થે આયોજિત આ દોડના કાર્યક્રમમાં સહભાગી થવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે