ભિલોડા
ભિલોડા તાલુકાના મોધરી ગામની મોધરી પ્રાથમિક શાળામાં સ્વ. હિંમતલાલ પંડ્યા (વાંકાનેરના રહેવાસી) ના પુણ્ય સ્મરણાર્થે એમના સુપુત્ર જયેશભાઈ પંડ્યા પરિવાર દ્વારા મોધરી પ્રાથમિક શાળામાં ભણતા નાના ભૂલકાઓ આનંદ, ઉત્સાહભેર કિલ્લોલ સાથે રમત-ગમત દ્વારા તેમના શરીર સૌસ્ઠવનો વિકાસ કરતા આવનારા દિવસોમાં રમત-ગમત ક્ષેત્રે કાઠું કાઢે એવા શુભાશયથી રમત-ગમતના સાધનો અર્પણ કર્યા હતા.લોકાર્પણ કાર્યક્રમ હિંમતલાલ પંડ્યાના સ્નેહી મિત્ર ભગતના હૂલામણા નામે ઓળખાતા મોધરીના સાયબાભાઈ કે. પટેલના વરદ્ હસ્તે સંપન્ન થયો હતો.મોધરી પ્રાથમિક શાળાના આચાર્ય ઉર્વશીબેન પંચાલે સ્વાગત પ્રવચનમાં સૌ મહાનુભાવોને આવકાર્યા હતા.આ પ્રસંગે ગામ આગેવાનો, એસ.એમ.સી.ના હોદ્દેદારો, મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ સુંદર પ્રકલ્પને આવકાર્યો હતો.કાર્યક્રમનું સંચાલન પ્રો. ડો. સ્વપ્નિલ પટેલ, આભાર વિધિ એસ.કે.પટેલે કરી હતી.