મેઘરજ મુકામે માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોને અનુલક્ષી મિટિંગ યોજાઈ જેમાં એફપીઓ,તાલુકા મિશન મંગલમ તેમજ રિલાયન્સ ફાઉન્ડેશન ત્રણેયના સંયુક્ત ઉપક્રમે આ ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને મિશન મંગલમ અંતર્ગત જે સખી મંડળ બનાવવામાં આવે છે તે સખી મંડળ આર્થિક રીતે પોતાના પગ ઉપર કેવી રીતે ઊભા થઈ શકે તેની ચર્ચા કરવામાં આવી હતી બીજી બાજુ ખેતીની અંદર કયા પાકું વાવવાથી સારું એવું ઉત્પાદન થઈ શકે તેવા અંતર્ગત પણ માહિતી આપવામાં આવી હતી પશુપાલનના વ્યવસાય સાથે આર્થિક રીતે કેવી રીતે આગળ વધી શકાય તેની પણ ચર્ચા કરવામાં આવી હતી બીજી બાજુ સખી મંડળો દ્વારા ખેતીની અંદર આદુની ખેતી એક આધુનિક રીતે કરવામાં આવીને સારું એવું ઉત્પાદન મેળવી આદાની નિકાસ કરવામાં આવે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી