28 C
Ahmedabad
Tuesday, May 14, 2024

રાજ્યના 10 આંતરરાજ્ય સીમાઓ પર લાગશે CCTV, શામળાજી ચેક પોસ્ટ રાજ્યની મહત્વપૂર્ણ ચેકપોસ્ટ


સમગ્ર ગુજરાતમાં વર્ષે દહાડે વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાની ગેરકાયદે પ્રવૃત્તિ રાજસ્થાનથી ગુજરાતને જોડતી રતનપુર બોર્ડર પરથી કરાતી હોય છે, કરોડો રૂપિયાનો વિદેશી દારૂ પોલિસ દ્વારા પકડવામાં પણ આવે છે અને કેટલાક કિસ્સાઓમાં આકાઓની રહેમ નજરથી દારૂ ઘુસાડી પણ દેવાય છે, આવા કિસ્સાઓમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, અને રાજ્યના 10 જેટલી આંતરરાજ્ય સીમાઓ પર હવે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.

Advertisement

રાજ્યના આ 10 આંતરરાજ્ય સીમા પર લાગશે CCTV કેમેરા
ગુજરાતમાં મોટા ભાગે વિદેશી દારૂ રાજસ્થાન તરફથી ગેરકાયદે ઘુસાડવામાં આવતો હોય છે, જેમાં શામળાજી રતનપુર  બોર્ડર મુખ્યત્વે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા રતનપુર ચેકપોસ્ટનો સમાવેશ કર્યો છે. રાજ્યની આંતરરાજ્ય સીમાનો સમાવેશ કરાયો છે, જેમાં રતનપુર શામળાજી બોર્ડર, અંબાજી, ગુંદરી, સોનગઢ, ભલાડ, થાવર, અમીરગઢ, થરાદ, છોટા ઉદેપુર અને દાહોદનો સમાવેશ થાય છે.

Advertisement

વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ – 1ના સફળ અમલીકરણ બાદ રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ – 2 નો અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં 51 નગર પાલિકાઓમાં કેમેરા લગાવવાનું પણ આયોજન કરાયું છે, જેમાં અગત્યના સ્થળો, ટ્રાફિક જંક્શન, એન્ટ્રી-એક્ઝીટ પોઇંટ, આંતરરાજ્ય સરહદના આવવા-જવાના માર્ગો તેમજ વડદોર, સુરત અને રાજકોટ શહેરના કમિશ્નરેટ વિસ્તારને આવરી લેવાનું આયોજન છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા 400 કરોડનો ખર્ચ કરનાર છે. આ કાયદના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ હોદ્દો ધરાવતા હોય એવા નિયત સંખ્યામાં અલગ-અલગ વિભાગના પ્રતિનિધિઓનો સમાવેશ કરીને એક અથવા એકથી વધુ વિસ્તાર માટે પબ્લિક સેફ્ટી કમિટીની નિમણૂક કરવામાં આવશે.

Advertisement

 

Advertisement

 

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!